અમદાવાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ- વિધર્મી યુવકે હિન્દુ સગીરાને ફસાવીને બનાવી હવસનો શિકાર, લોકોએ ચખાડ્યો મેથીપાક

Love Jihad in Ahmedabad: ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે લવજેહાદના કિસ્સા સતત વધી રહ્યા છે. દીકરીઓને ટાર્ગેટ કરી નામ બદલી ફસાવવાના અનેક બનાવો સામે આવી રહ્યા આવ્યા છે અથવા તો દીકરીઓને(Love Jihad in Ahmedabad) પ્રેમજાળમાં ફસાવી માં-બાપને હેરાન કરી તેમની પાસેથી રોકડ રૂપિયાથી લઈને પ્રોપર્ટી પડાવી લેવાના પણ ઘણા કિસ્સા સામે આવતા હોય છે.ઘણા એવા પણ બનાવો બન્યા છે કે દીકરી પોતાના માં-બાપને ઓળખવા સુધી પણ સ્પષ્ટ ઈનકાર કરી દેતી હોય છે.

હાલ અનેક યુવતીઓ આ જાળમાં ફસાઈ રહી છે. લવજેહાદને કાબૂમાં લેવા કડક કાયદાઓ પણ બનાવવામાં આવી રહ્યા છે તો પણ કાયદાનો ડર રહ્યો ન હોય તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે. એવામાં અમદાવાદમાંથી વધુ એક લવ જેહાદનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

ઈલિયાસે નામ બદલી સગીરાને પ્રેમજાળમાં ફસાવી
અમદાવાદમાં કાલે વધુ એક સગીરા લવ જેહાદનો ભોગ બની છે. ઈલિયાસ નામના યુવકે નામ બદલીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પણ પહોંચ્યો છે. સગીરાની માતાએ નરાધમ ઈલિયાસ સામે ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે ઈલિયાસની ધરપકડ કરી લીધી છે. હાલ સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સગીરા સાથે દુષ્કર્મ આચરવા મામલે ફરિયાદ
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના ઈસનપુર ખાતે રહેતી 16 વર્ષીય સગીરાને ઈલિયાસ નામના યુવકે યશ નામ જણાવીને પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી. જે પછી ઈલિયાસે સગીરા પર દુષ્કર્મ પણ આચર્યું હતું, જ્યારે સગીરાને યુવકનું અસલી નામ ઈલિયાસ હોવાનું જણવા મળતા જ તેના પગ નીચેથી જમીન પણ ખસી ગઈ હતી. સગીરાએ સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી. જેથી સગીરાની માતા તાત્કાલિક ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને ઈલિયાસ સામે ફરિયાદ પણ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદ બાદ ઈલિયાસની કરી ધરપકડ
આ અંગે માહિતી મળતા K ડિવિઝન પોલીસ સ્ટેશનના ACP મિલાપ પટેલે જણાવ્યું છે કે, ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર 16 વર્ષની દીકરીની માતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેઓએ જણાવ્યું છે કે તેમની દીકરીને કપડાની દુકાન પર નોકરીએ રાખી પોતાની ખોટી ઓળખ આપી એટલે કે છોકરાનું નામ ઈલિયાસ હોવા છતાં તેને યશ જણાવીને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. ફરિયાદીએ આપેલ માહિતીના આધારે પોલીસે ઈલિયાસ સામે ફરિયાદ પણ નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *