ગુજરાતમાં વધુ એક સામુહિક આપઘાતનો પ્રયાસ: ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોએ ગટગટાવી ઝેરી દવા

7 members swallowed poison in deesa: આપઘાતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે, ત્યારે એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ડીસાના માલગઢ ગામે ગઈકાલે એક જ પરિવારના સાત લોકોએ જંતુનાશક દવા ગટગટાવીને સામૂહિક આપઘાત(7 members swallowed poison in deesa) કરવાની કોશિશ કરી હતી. ઘટનાને પગલે તમામ અસરગ્રસ્ત લોકોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા.

પરંતુ ત્યાં સુવિધાઓનો અભાવ હોવાથી તમામ અસરગ્રસ્તોને વધુ સારવાર મળે તે માટે પાલનપુરની સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ પિતા અને તેમનો એક પુત્ર ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેમને અન્ય ખાનગી હોસ્પિટલ લઇ ગયા છે. મળેલી માહિતી અનુસાર સગા પિતાએ જ તેમના સંતાનોને કયા કારણોસર દવા પીવડાવી તે કારણ હજી જાણવા મળ્યું નથી.

ડીસા તાલુકામાં આવેલા માલગઢ ગામમાં એક જ વાલ્મિકી પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. માલગઢ ગામમાં રહેતા નગુભાઈ માલાભાઈ વાલ્મિકી મજૂરી કામ કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા હતા.

મળેલી માહિતી અનુસાર, થોડા દિવસ પહેલા જ તેમની પત્નીનું અવસાન થયું હતું. ત્યાર બાદ ગઈકાલે મોડી રાત્રે નગુભાઈ વાલ્મિકી તેમની માતા, ત્રણ દીકરા અને બે દીકરી સહિત સાત લોકોએ જંતુનાશક દવા પીવરાવીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. જયારે આ ઘટના વિષે આજુ-બાજુના લોકોને જાણ થઇ ત્યારે તેઓ દોડી આવી તમામ અસરગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

અસરગ્રસ્ત લોકોના નામ માં નગુભાઈ માલાભાઈ વાલ્મીકિ (પિતા-ઉંમર વર્ષ 32), જગલબેન માલાભાઈ વાલ્મીકિ (દાદી), સેજલ નગુભાઈ વાલ્મીકિ (પુત્રી-ઉંમર વર્ષ 1), સાગર નગુભાઈ વાલ્મીકિ (પુત્ર-ઉંમર વર્ષ 2), હિંમત નગુભાઈ વાલ્મીકિ (પુત્ર-ઉંમર વર્ષ 7), ધારિકા નગુભાઈ વાલ્મીકિ (પુત્રી-ઉંમર વર્ષ 10), સચિનભાઈ નગુભાઈ વાલ્મીકિ (પુત્ર-ઉંમર વર્ષ 11)નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *