પ્રેમ એક એવો વિષય છે જેના પર આજે આખી દુનિયા નિર્ભર છે. પ્રેમ એક એવી વસ્તુ છે જે કોઇપણ ક્ષણે, કોઈની પણ સાથે થઇ શકે છે. આ વિષયની વાત જ અનોખી છે. પ્રેમ લાગણીનો ભંડાર છે, તે કોની સાથે અને ક્યારે થાય તે કઈ નક્કી નથી હોતું. પરંતુ તેને નિભાવવો ખુબજ કઠીન છે.અત્યારના સમયમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય તો તે બધું જ ભૂલીને અલગ થવાનું વિચારતા હોય છે. અને એક બીજાનો પ્રેમ ભૂલી જાય છે. પણ આજે જે પ્રેમ કહાનીની વાત કરવાના છીએ, જેને સંભાળીને તમારી આંખોમાંથી આસું નહિ ઉભા રહે!
એક યુવક કે, જેનું નામ ચિરાગ અને યુવતીનું નામ હિરલ હતું. આ બંનેની એક વર્ષ પહેલા તારીખ 28 માર્ચના રોજ સગાઇ થઇ હતી. ત્યારબાદ તેમના લગ્ન ઉનાળામાં કરવાનું નક્કી થયું હતું. બંને અને પરિવારજનો આ સગાઇથી ખુબ જ ખુશ હતા. પણ નવું જીવન શરૂ થાય તે પેહલા જ એવી ઘટના સર્જાઈ હતી કે આ બંનેએ કલ્પના પણ નહોતી કરી. 11 મે ના રોજ હિરલ પોતાના ઘરે સાફસફાઈ કરતી હતી અને તે સાફસફાઈ કરીને ભીનું કપડાનું પોતું બારી પર સૂકવવા ગઈ હતી.અને ત્યાં ભૂલથી તે હાઇટેન્શન વાયરને અડી ગઈ હતી. તેનાથી હીરલનો આખો હાથ સળગી ગયો અને પગમાં પણ ગંભીર ઈજાઓ થઇ હતી. તેથી તેને તરત જ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવી. પણ ઈજાઓ ગંભીર હોવાથી હીરલને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવા માટે ડોક્ટરે સલાહ આપી હતી.
હીરલને અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં લઇ જવામાં આવી. ત્યાં તેની સારવાર દરમિયાન ડોક્ટરોએ જણાવ્યું કે હીરાલનો જમણો હાથ અને બંને ગોઠણ ખુબ જ દાજી ગયા હોવાથી તેને કાપવા પડશે. આ સાંભળીને હિરલના માતા-પિતા પડી ભાંગ્યા હતા. તેમને વિચાર આવ્યો કે હિરલના લગ્નને થોડો જ સમય બાકી છે અને તેની સાથે આવી ઘટના બની ગઈ.આવું વિચારીને તેના માતા-પિતા રડવા લાગ્યા. આવી હાલતમાં ગમે તેવો છોકરો સાથ છોડી દે. પણ બન્યું એવું કે આપણને પણ જાણીને આસું આવી જશે.
હિરલના મંગેતર ચિરાગે તે સમયે પોતાના સાચા પ્રેમની નિશાની બતાવતા કહ્યું કે, ‘ હું હિરલનો સાથ ક્યારેય નહી છોડું અને તેને ગમે તેવી પરિસ્થિતિમાં હું સ્વીકારવા તૈયાર છું. જો હિરલ સાથે મારા લગ્ન થઇ ગયા હોત અને ત્યારબાદ આ ઘટના ઘટી હોત તો હું હિરલને થોડો છોડી દેત? હું આખી જિંદગી તેનો સાથ નિભાવીશ અને તેને તેની ગમેતેવી પરિસ્થિતિમાં પણ અપનાવવા તૈયાર છું.’
તેના પછી લગભગ 7 મહિના હિરલ અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં દાખલ રહી હતી. ડોક્ટરે છેલ્લા 7 મહિનામાં તેની 5 સર્જરી કરી હતી.તેને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા અને આ સમય દરમિયાન ચિરાગે હિરલની ખુબ જ સેવા કરી હતી અને તેના પ્રેમની સાચી વફાદારી બતાવી હતી. પણ એટલી સારવાર કરવા છતાં પણ હિરલ બચી ન શકી અને છેલ્લે તેણે દમ તોડી દીધો. હિરલ અને ચિરાગ કે જે તેની 7 મહિનાથી રાહ જોઈ રહ્યો હતો, તેના બંનેના પ્રેમને એક થવા દેવા કદાચ વિધાતા પણ મંજુર નહી હોય. ડોક્ટરો પણ લાચાર થઇ ગયા અને આખરે હિરલે દમ તોડી દીધો હતો.
હિરલની અંતિમ વિધિની તૈયારીઓ કરવામાં આવી હતી અને તેના પાર્થિવ શરીરને નવી પરિણીતાની જેમ તૈયાર કરવામાં આવી હતી. અને તેની વિદાઈ પણ કરવામાં આવી હતી. આ સમય ચિરાગ માટે ખુબ જ કઠીન હતો અને તે વિદાયના સમયે ચિરાગ, હિરલના પાર્થિવ શરીરને પકડીને ખુબ જ રડ્યો હતો.
ચીરાગને આમ ચોધાર આંસુએ રડતા જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખોમાં આસું આવી ગયા હતા. આ દુઃખદ સમય હિરલના પરિવાર માટે ખુબ જ કઠીન હતો અને ચિરાગ કે જેણે અંતિમ સમય સુધી હીરલનો સાથ આપ્યો હતો અને પોતાના સાચા પ્રેમને અંત સુધી છોડ્યો ન હતો, આ બંનેની આ કહાની 11, મે બાદ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થતી જોવા મળી હતી. જેના કારણે તે ખુબ જ જાણીતા થયા હતા અને આ સ્ટોરી વાંચીને ઘણાં લોકો લાગણીભર્યા બન્યા હતા, અને ચિરાગના વખાણ કરી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.