પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ગામના લોકોએ પકડીને કરાવ્યા લગ્ન..

બિહારમાં, એક પ્રેમી તેની પ્રેમિકાને મોડી રાત મળતો હતો ત્યારે ગામલોકોએ પહેલા તેને પકડી લીધો અને ત્યારબાદ તેની પ્રેમિકા સાથે બળજબરીથી લગ્ન કરાવ્યા. આવો જાણીએ…

બિહારમાં, એક પ્રેમી તેની પ્રેમિકાને મોડી રાત મળતો હતો ત્યારે ગામલોકોએ પહેલા તેને પકડી લીધો અને ત્યારબાદ તેની પ્રેમિકા સાથે બળજબરીથી લગ્ન કરાવ્યા. આવો જાણીએ શું હતી સમગ્ર ઘટના.આ ઘટના મોતીહારી જિલ્લાના કેસરીયા પોલીસ સ્ટેશન વિસ્તારના કોન્હિયા ગામની છે. મંગળવારે રાત્રે નજીકના સાહિબગંજ ગામનો એક પ્રેમી તેની પ્રેમિકાને મળવા કોન્હિયા ગામ પહોંચ્યો હતો.

આ પ્રેમી માટે મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે પ્રેમિકાના ગામના લોકોને ખબર પડી કે પ્રેમી ગામમાં તેની પ્રેમિકાને મળવા આવ્યો છે. થોડીક જ વાર ના ગામના ઘણા બધા લોકો ભેગા થઇ ગયા અને પ્રેમીને પકડી લેવામાં આવ્યો.પ્રેમી ને પકડી લીધા પછી તરત જ ગામમાં મોડી રાત્રે જ પંચાયત પણ બોલાવવામાં આવી હતી. આ પંચાયત માં દરેક લોકોએ ચુકાદો આપ્યો હતો કે પ્રેમી અને પ્રેમિકા ના જબરદસ્તીથી લગ્ન કરાવી દેવા જોઈએ.

રસપ્રદ વાત એ હતી કે, પંચાયત પોતાનો હુકમ કહે તે પહેલાં જ છોકરીએ તેના પ્રેમી સાથે લગ્ન કરવાની સંમતિ આપી દીધી હતી. ત્યાર પછી સ્થાનિક પંડિત ને બોલાવવામાં આવ્યા અને રાત્રે જ પ્રેમી અને પ્રેમિકા ના લગ્ન કરાવી દીધા.આ સમગ્ર ઘટના બની હતી તે સમયે પોલીસ પણ ત્યાં હાજર હતી અને પોલીસ ની હાજરીમાં જ પંચાયતે આ લીધો હતો. ત્યાર પછી પ્રેમી અને પ્રેમિકા ના લગ્ન કરાવવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *