હાલમાં એક એવી ચોંકાવનારી ઘટના બની છે જેમાં નણંદનાં પ્રેમીએ ગર્ભવતી ભાભીને લાત મારી હતી. ભાભીએ નણંદના લગ્ન કરવાની ના પાડતા પ્રેમી યુવકે ઝઘડો કર્યો હતો. જેથી તેણે ગર્ભવતી ભાભીના પેટ પર લાત મારી હતી, અને ગર્ભમાં રહેલા બાળકનું પેટમાં જ મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા બે યુવકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, પરિવારમાં ભાભી કમલાવતી પાંડે અને નણંદ તારાકુમારી પાંડે રહે છે. તારાકુમારીને તેના ઘરની નજીક રહેતા પકંજ સાથે પ્રેમસંબંધ છે. તેથી શુક્રવારના રોજ પંકજ તેના માસીના પુત્ર અને મિત્ર એવા શનિ પાંડે સાથે તારાકુમારીના ઘરે ગયો હતો. તે દરમિયાન તેણે તારાની ભાભી કમલાકુમારી સામે પોતાના અને તારાના પ્રેમનો એકરાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે, તમારી નણંદને હું પ્રેમ કરું છું અને મારે તેની સાથે લગ્ન કરવા છે.
ત્યારે કમલાવતીએ પંકજને લગ્ન માટે ના પાડી હતી. જેથી પંકજ અને તારાકુમારી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં વચ્ચે કમલાવતી પડ્યા હતા. તેઓએ બંનેને ઝઘડો ન કરવા જણાવ્યું હતું. જેથી પંકજે ભાભી કમલાવતીને ધક્કો માર્યો હતો. પંકજે કમલાવતીના પેટ પર લાત મારી હતી. જેથી તે જમીન પર ઢળી પડી હતી. કમલાવતી ગર્ભવતી હોવાથી તેમને દુ:ખાવો ઉપડ્યો હતો.
કમલાવતીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તપાસ કરતા ડોક્ટરોએ કહ્યું કે, તેમના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ થઇ ગયું છે. પંકજે પેટમાં લાત મારતા તેમના ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજ્યું હતું. ત્યારે તારાકુમારીના પરિવારજનોએ પંકજ અને શનિ પાંડેની વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. આ સમગ્ર ઘટના અમદાવાદના નારોલ વિસ્તારની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle