ગેસ સિલિન્ડરના ભાવમાં મસમોટો વધારો: આટલા રૂપિયા મોંઘો થયો ગેસનો બાટલો

કોરોના વાયરસ રોગચાળા વચ્ચે અનલોક 1 આજથી શરૂ થઈ ગયું છે. પરંતુ આ દરમિયાન એલપીજીના ભાવમાં પણ વધારો થયો છે. તમામ ગેસ વિતરણ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. વર્તમાન વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એ બિન સબસિડીવાળા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ 11.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર મોંઘો થઈ ગયો છે. હવે નવા ભાવ વધીને રૂપિયા 593 થયા છે.  અન્ય શહેરોમાં પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ આજથી વધારી દેવામાં આવ્યા છે. તે કોલકાતામાં 31.50 રૂપિયા, મુંબઇમાં 11.50 રૂપિયા અને ચેન્નાઇમાં 37 રૂપિયા ભાવ વધારો થયો છે. બીજી તરફ 19 કિલોગ્રામ વાળા સિલિન્ડરનો ભાવ 110 રૂપિયા વધીને 1139.50 રૂપિયા થઈ ગયો છે.

મળતી વિગતો અનુસાર, કોલકાતામાં 616.00 રૂપિયા, મુંબઈમાં 590.50 રૂપિયા અને ચેન્નઈમાં 606.50 રૂપિયા ભાવ થઈ ગયો છે જે ક્રમશઃ 584.50 રૂપિયા, 579.00 રૂપિયા અને 569.50 રૂપિયા હતો.

કોલકાતામાં તેના ભાવ વધીને 1193.50 રૂપિયા, મુંબઈમાં 1087.50 રૂપિયા અને ચેન્નઈમાં 1254.00 રૂપિયા પર આવી ગયો છે.

IOCની વેબસાઇટ પર મૂકવામાં આવેલા ભાવ મુજબ, હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ વધીને 593 રૂપિયા થઈ ગયો છે જે 581.50 રૂપિયા હતો.

અત્રે જણાવવાનું કે, ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવ બદલતી રહે છે. આવામાં ભાવવધારો આવશે તેવી આશંકા પહેલેથી સેવાઈ રહી હતી. ક્રુડ ઓઈલ હાલ 32 ડોલર પ્રતિ બેરલની નજીક છે. જો કે લોકડાઉનના કારણે અનેક રાજ્ય સરકારો પહેલેથી પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *