મુખ્યમંત્રીના ઘરને બોમ્બથી ઉડાવવાની ધમકી, રાતોરાત વધારી દીધી સુરક્ષા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આવાસ અને અન્ય મહત્વપૂર્ણ જગ્યાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ધમકી ફોન પર આપવામાં આવી છે. પ્રશાસન તરત જ તેને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી આવાસ, કાલિદાસ માર્ગની સુરક્ષા વધારી દીધી છે. ડોગ સ્કવોડની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.

છેલ્લા થોડા દિવસોમાં મુંબઈથી એક યુવકને સીએમ યોગી આદિત્યનાથ ને ધમકી મોકલવામાં મામલે ગિરફતાર કરવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશ પોલીસને ધમકી આપનાર કામરાનને મહારાષ્ટ્ર એટીએસ અને યુપી એસટીએફ એ ગિરફ્તાર કર્યો હતો.

કામરાનની ધરપકડ બાદ ઉત્તર પ્રદેશ પોલીસને સોશિયલ મીડિયા હેલ્પ ડેસ્ક પર એક નવી ધમકી મળી હતી જેમાં મુંબઈથી ધરપકડ કરવામાં આવેલ યુવકને છોડી દો અથવા પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જાવ. આ યુવકને બાદમાં મહારાષ્ટ્ર એટીએસ એ ગિરફ્તાર કરી લીધો હતો. 20 વર્ષીય આ યુવકની ધરપકડ નાસિકથી કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓના અનુસાર કામરાનને ૨૨મી મેના રોજ લખનૌ પોલીસ મુખ્યાલયમાં કામ કરનાર ઇન્ડિયા હેલ્પ ડેક્સ પર ફોન કરી કહ્યું હતું કે તે યુપીના સીએમ યોગી આદિત્યનાથ ને બોમ્બ દ્વારા મારી નાખશે છે. ત્યારબાદ ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *