દેશના 9 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, PM Kisan યોજનાનો હપ્તો 6000 થી વધીને થઈ શકે છે 9,000 રૂપિયા

Published on Trishul News at 3:24 PM, Thu, 12 October 2023

Last modified on October 12th, 2023 at 3:24 PM

PM Kisan Samman Nidhi: દેશભરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. 14મા હપ્તા પછી 15મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર, મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાની રકમ વધારી શકે છે.

વધી શકે છે PM કિસાન સન્માન નિધિનો હપ્તો 
સૂત્રોને ટાંકીને અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50 ટકાનો વધારો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. જો બધું બરાબર રહ્યું તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15મા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે, 15મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે.

થઈ શકે છે 6,000 રૂપિયાથી વધીને 9,000 રૂપિયા 
જો આમ થશે તો ખેડૂતોને વાર્ષિક 3000 રૂપિયાનો નફો મળશે. એટલે કે ખેડૂતોને દર ચાર મહિને 2,000 રૂપિયાને બદલે 3,000 રૂપિયા મળી શકે છે. એટલે કે દરેક હપ્તામાં રૂ. 1,000નો વધારો થઈ શકે છે. જો આમ થશે તો પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને મોટો ફાયદો થશે.

PM Kisan Samman Nidhi ના હપ્તામાં વધારો કરવાની માંગ
તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ લાંબા સમયથી આ રકમ વધારવાની માંગ કરી રહ્યા છે. હાલમાં સરકાર 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે.

PM Kisan Samman Nidhi ના 15મા હપ્તા માટે કરવું પડશે આ કામ
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 14મા હપ્તા બાદ હવે દેશભરના લાભાર્થી ખેડૂતો 15મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો કે, 15મા હપ્તાના પૈસા મેળવવા માટે, ખેડૂતોએ તેમના ખાતાના ઇ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરવી જરૂરી રહેશે. 15મા હપ્તાના પૈસા એવા ખેડૂતોના ખાતામાં નહીં આવે જેમના ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં, જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને તમારા બંને કામ પૂરા થયા નથી, તો જલ્દીથી જલ્દી પૂર્ણ કરો. અન્યથા તમે તેના ફાયદાઓથી વંચિત રહી શકો છો.

Be the first to comment on "દેશના 9 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, PM Kisan યોજનાનો હપ્તો 6000 થી વધીને થઈ શકે છે 9,000 રૂપિયા"

Leave a comment

Your email address will not be published.


*