માત્ર ગુજરાત(Gujarat) જ નહિ પરંતુ હવે દેશનું વધુ એક રાજ્ય લમ્પી વાયરસ(Lumpy virus)ના ભરડામાં આવી ચુક્યું છે. પંજાબ(Punjab)માં છેલ્લા એક મહિનામાં લમ્પી સ્કિન ડિસીઝ (LSD) ને કારણે 400 થી વધુ પશુઓ મૃત્યુ પામ્યા છે અને લગભગ 20 હજાર ગાયો લમ્પી વાયરસથી સંક્રમિત થયા છે. આ કારણે વિભાગે પ્રાણીઓને સંક્રમણ થતા બચાવવા માટે એડવાઈઝરી પણ જારી કરી છે.
પંજાબ પશુપાલન વિભાગના સંયુક્ત નિયામક રામ પાલ મિત્તલના જણાવ્યા અનુસાર, બરનાલા, ભટિંડા, ફરીદકોટ, જલંધર, મોગા અને મુક્તસર આ રોગને કારણે રાજ્યના સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં સામેલ છે. મિત્તલે કહ્યું કે, 4 જુલાઈએ પંજાબમાં ‘લમ્પી’ ત્વચા રોગનો પ્રથમ પુષ્ટિ થયેલ કેસ નોંધાયો હતો. તેમણે કહ્યું કે, પંજાબમાં અત્યાર સુધીમાં લગભગ 20,000 લમ્પી વાયરસના કેસ નોંધાયા છે અને 424 પશુઓ મૃત્યુ પામ્યા છે.
લમ્પી વાયરસ એ એક સંક્રમિત રોગ છે, જે મચ્છર, માખીઓ, જૂ વગેરેના કરડવાથી અથવા સીધા સંપર્ક દ્વારા અથવા દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા ફેલાય છે. જેના કારણે પ્રાણીઓમાં તમામ લક્ષણો દેખાવાની સાથે તેમના મૃત્યુનું પણ જોખમ રહેલું છે. મોટાભાગના ચેપગ્રસ્ત ગાયો ગૌશાળાઓ અને ડેરી ફાર્મમાંથી નોંધાયા છે. પશુપાલન વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, લમ્પીથી સંક્રમિત પ્રાણીને અન્ય લોકોથી અલગ રાખવું જોઈએ જેથી ચેપ ફેલાવાની સંભાવના ટાળી શકાય.
જાણો શું છે લમ્પી વાયરસના લક્ષણો?
લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે અને તેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા થાય છે. સાથે રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ આ લમ્પી વાયરસ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા લાગવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ લમ્પી વાયરસના લક્ષણો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.