ગુજરાત(Gujarat) અને રાજસ્થાન(Rajasthan)માં હજારો દૂધાળા પશુઓનો જીવ ગયા બાદ હવે લમ્પી વાયરસે(Lumpy virus) ઉત્તરાખંડ(Uttarakhand)માં દસ્તક આપી છે. એકલા હરિદ્વાર(Haridwar) જિલ્લામાં જ 36 પશુઓના મોત થયા છે અને 1200થી વધુ સંક્રમિત જોવા મળ્યા છે. હરિદ્વાર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લમ્પી વાયરસના કારણે 36 પશુઓના મોત થયા છે અને 1200 થી વધુ પ્રાણીઓ લમ્પી વાયરસ રોગથી સંક્રમિત હોવાનું કહેવાય છે. સ્થિતિ એ છે કે દૂધ ઉત્પાદનમાં 10 ટકાનો ઘટાડો થયો છે. હરિદ્વારના ચીફ વેટરનરી ઓફિસર ડો. યોગેશ શર્માએ જણાવ્યું હતું કે, લમ્પી વાયરસ સંક્રમિત પશુઓની સારવાર માટે ઘણા કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે.આ કેમ્પમાં લગભગ એક હજાર પશુઓની સારવાર કરવામાં આવી રહી છે.
પશુ વિભાગ સામાન્ય લોકોને પણ આ રોગ વિશે જાગૃત કરી રહ્યું છે. મુખ્ય પશુ ચિકિત્સા અધિકારીએ જણાવ્યું હતું કે, વિભાગ પાસે હાલમાં પશુઓને અપાતી રસીનો પૂરતો જથ્થો છે, જોકે સરકાર તરફથી સાવચેતીના પગલાં અને રસીકરણની માંગણી કરવામાં આવી છે.
લમ્પી વાયરસ કેવી રીતે ફેલાય છે?
લમ્પી વાયરસ એ પ્રાણીઓમાં ફેલાતો રોગ છે. આ રોગ એક પશુઓમાંથી બીજા પ્રાણીમાં મચ્છરના કરડવાથી દ્વારા ફેલાય છે. આ રોગની શરૂઆતમાં પશુઓને તાવ આવે છે. પશુઓના સમગ્ર શરીરમાં ગાંઠો જામી જાય છે. આ રોગને કારણે પશુઓના પગમાં સોજો, દૂધનો અભાવ, ગર્ભપાત અને ક્યારેક પશુઓના મૃત્યુ પણ થાય છે. સામાન્ય રીતે પશુઓને આ રોગમાંથી સાજા થવામાં 15-20 દિવસ લાગે છે. જો કોઈના પશુમાં આવા લક્ષણો દેખાય તો તરત જ પશુ ચિકિત્સકોનો સંપર્ક કરવો જોઈએ.
જાણો શું છે લમ્પી વાયરસ?
લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે અને તેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા થાય છે. સાથે રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ આ લમ્પી વાયરસ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા લાગવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ લમ્પી વાયરસના લક્ષણો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.