ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરના થલતેજ(Thaltej)માં આવેલી એલન નામના ખાનગી ટ્યૂશન ક્લાસના શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પર સતત બે વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જેનો હવે ભાંડો ફૂટી ગયો છે. મળતી માહિતી અનુસાર, મયંક દીક્ષિત નામના શિક્ષક દ્વારા વર્ષ 2016થી 2018 દરમિયાન ક્લાસીસની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુવતીના લગ્નની વાત આવી ત્યારે આરોપી શિક્કે તેમનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને વારંવાર તેને બ્લેકમેઈલ કરતો હતો. આ અંગે યુવતી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ(Vastrapur Police) દ્વારા આરોપી શિક્ષકની ધરપકડ કરી લેવામાં આવી છે.
પીડિતા કોઈ અન્ય સાથે લગ્ન ન કરે એ માટે વિડીયો વાયરલ કરી દઈશ તેવું કહીને બ્લેકમેઇલ કરતો:
શહેરના થલતેજમાં આવેલા એલન ક્લાસીસમાં મયંક દીક્ષિત નામનો શિક્ષક તમામ વિધાર્થીઓને ભણાવતો હતો. વાત કરવામાં આવે તો વર્ષ 2016 દરમિયાન 16 વર્ષની સગીરા પણ ક્લાસીસમાં ભણી રહી હતી. આ દરમિયાન લંપટ શિક્ષકની ગંદી નજર આ વિધાર્થીની પર પડી હતી.
ત્યારબાદ શિક્ષક મયંક દીક્ષિત વિધાર્થીની પર સતત 2018 સુધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. ત્યારબાદ શિક્ષક દ્વારા વિધાર્થીનીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. યુવતીના લગ્ન નક્કી થયા પછી લગ્ન ન કરે એ માટે શિક્ષકે યુવતીને વારંવાર બ્લેકમેઈલ કરવાનું ચાલુ રાખ્યું હતું. આ પ્રકારનું યુવતીથી સહન ન થવાને કારણે તેણે સમગ્ર મામલે આ ઘટના અંગે પરિવારને જાણ કરવામાં આવી હતી. ત્યારબાડ પરિવાર દ્વારા શિક્ષક વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે હાથ ધરી દેવામાં આવી હતી. ત્યારે આજે આરોપી મયંક દીક્ષિતની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી મયંક દીક્ષિત અગાઉ એલન ક્લાસીસમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતો હતો અને અત્યારે બાયજુસ ક્લાસીસમાં ભણાવી રહ્યો છે. આરોપીની ધરપકડ કરીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.