સુરત SOG લકઝરીયસ સ્પોર્ટ્સ સાઈકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું- મોંઘીદાટ 44 સાઈકલો સાથે 3 ઈસમોની કરી ધરપકડ

Luxury bicycle theft scam in surat: અવારનવાર ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ચોરીની ઘટના ગુજરાત રાજ્યના સુરતમાંથી સામે આવી છે.…

Luxury bicycle theft scam in surat: અવારનવાર ચોરીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ચોરીની ઘટના ગુજરાત રાજ્યના સુરતમાંથી સામે આવી છે. સુરત શહેરના SOG દ્વારા ચોરીની 44 જેટલી સાયકલો પકડી પાડવામાં આવી છે અને સાથે પોલીસે સાયકલ ચોરી કરતી ટોળકીના ત્રણ ઈસમોની પણ ધરપકડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળેલી માહિતી અનુસાર આ ટોળકી શહેરના પોષ વિસ્તાર અને સ્કૂલ કે ટ્યુશનની બહારથી પાર્ક કરેલી સાઇકલો ને પોતાના નિશાની રાખતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ ચોરની ટોળકી લક્ઝરી સાયકલોની ચોરી પર વધુ ધ્યાન આપતી હતી. પોલીસ દ્વારા પકડેલી 44 સાયકલો માની એક સાયકલ ની કિંમત અંદાજિત ₹10,000 જેટલી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

મળતી માહિતી અનુસાર, આ સાયકલ ચોરી કૌભાંડ ગુજરાત રાજ્યના સુરત શહેરમાંથી પ્રથમ વખત પકડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ લોકો પોતાના ચોરીના ટાર્ગેટ પર લક્ઝરી સાયકલો પર વધારે ધ્યાન રાખતા હતા. ચોરોએ છોકરી કરેલી સાયકલ માંથી એક સાયકલની કિંમત અંદાજિત રૂપિયા 10,000 જેટલી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પી.સી.બી PI આર.એસ. સુવેરા એસ. ઓ. જી. PI એ. પી. ચૌધરીએ સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી તમામ સાયકલ ચોરીની ફરિયાદોના ડેટા એકત્રિત કર્યા હતા અને જ્યાં બનાવ બન્યો હોય તે જગ્યાની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરીને સમગ્ર તપાસ હાથ ધરી હતી. ને આખરે પોલીસને તેના આ કાર્યમાં સફળતા મળી હતી અને તેમને લક્ઝરી સાયકલ ચોરી કરતી રૂડકીને ઝડપી પાડ્યા હતા આ ટોળી પાસેથી 44 જેટલી સાયકલો મળી આવી હતી અને ત્રણ ઈસ્મોની ધડ પકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *