વહેલી સવારમાં મરણચીસોથી ગુંજી ઉઠયું ગાંધીનગર- બસની રાહ જોઇને ઉભેલા રાહદારીઓને લક્ઝરી બસે કચડ્યા, 5 ના મોત

Luxury hits parked bus in kalol, Gandhinagar: કલોલ અંબિકા બસ સ્ટેન્ડ (Ambika Bus Stand) નજીક લકઝરી (Luxury Bus) એ ઉભેલી બસને ટક્કર મારી હતી, જે મુસાફરો બસની રાહ જોઈને ઉભા હતા તેઓ પર બસનું ટાયર ફરી વળ્યું હતું, આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત (Five people died) થયા છે અને ચાર લોકો ઘાયલ થયા છે. કલોલ અંબિકા બસ સ્ટેન્ડ પર આજે સવારના સમયે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. 


જયારે ચાર લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચાર લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કલોલ અંબિકા બસ સ્ટેન્ડ પર મુસાફરો પોતાના કામ ધંધા અર્થે વાહનની રાહ જોઈને ઉભા હતા. તે જ સમયે એક વાદળી કલરની એસ.ટી બસ રોડ પર ઉભી હતી.તેની આગળ મુસાફરો બસની અને વાહનની રાહ જોઈને ઉભા હતા.

આ સમયે પાછળથી આવતી એક લકઝરી ગાડીના ચાલક પોતાની લકઝરી પૂરપાટ ઝડપે અને ગલતભરી રીતે હંકારી રહ્યો હતો અને વાદળી કલરની એસ.ટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ કારણથી બસ એક દમ આગળ ધકેલાઈ ગઈ હતી. ત્યાં બસ અને વાહનની રાહે ઉભેલા મુસાફરો બસની હડફેટે આવી ગયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં  પાંચ મુસાફરોબ ઘટના સ્થળેજ કરુણ મોત થયા છે જયારે ચાર લોકોને ગંભીર ઈજાઓ થઇ છે અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

આ બનાવના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને સમગ્ર ઘટનાની જાણ કરીને ઘટના સ્થળે બોલાવી હતી. ત્યારી સમગ્ર બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે અવી પહોચી હતી ટ્રાફિક ક્લિયર કરાવી મૃતકો તેમજ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે. હાલમાં પોલીસ દ્વારા મૃતકોની ઓળખવિધિ કરવાની તજવીજ હાથ ધરી હતી.

મેળલી માહિતી અનુસાર આ અકસ્માતમાં મૃતકના નામ આ મુજબ છે, શારદાબેન રોહિતભાઈ જાગરીયા (ઉંમર વર્ષ 50), બળવંતજી કાળાજી ઠાકોર (ઉંમર વર્ષ 45), દિલીપસીહ એમ વિહોલ (ઉંમર વર્ષ 48), પાર્થ ગુણવંતભાઈ પટેલ (ઉંમર વર્ષ  22).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *