ગીતો ગાઈને ગણિત શીખવાડે છે ગુજરાતના આ શિક્ષક, શિક્ષકદિન નિમિત્તે મળ્યો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

રાજકોટ(ગુજરાત): આપણે સૌ જાણીએ જ છીએ કે આજે શિક્ષકદિન છે. ત્યારે તાજેતરમાં જ રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષકો માટેના દિલ્હીથી જાહેર થયેલા ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં ગુજરાત રાજ્યના બે શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ મ્યુ. કોર્પો.ની સરોજીની નાયડુ ગર્લ્સ સ્કૂલનાં આચાર્ય સોનલબેન ફળદુ, ઉપલેટાની પ્રાથમિક શાળાના શિક્ષકા રંજનબેન નિમાવતની જ્યારે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે રાજકોટ મ્યુ. કોર્પો. સંચાલિત પ્રાથમિક શાળાના 93ના આચાર્ય વનીતાબેન રાઠોડની પસંદગી કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, રાજકોટના શિક્ષિકા રંજનબેન નિમાવતની બેસ્ટ શિક્ષકની પસંદગી થવા પાછળ તેમની બાળકોને ભણાવવાની અદભૂત સ્ટાઈલ છે. કેટલાક શિક્ષકો ગીતો દ્વારા બાળકોને હસાવે છે, તેમનુ મનોરંજન કરે છે. પંરતુ, રંજનબેન નિમાવત ગણિત જેવા કઠીન વિષયને ગીતોના માધ્યમથી શીખવાડતા હોવાનું જાણવા મળ્યું છે. તેમની આ ઉપલબ્ધિને કારણે જ તેમને રાજ્ય સરકાર તરફથી વર્ષ 2021ના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

રંજનબેન નિમાવત રાજકોટના ઉપલેટાના વડાલી પ્રાથમિક સ્કૂલના શિક્ષિકા છે. તેમણે ગુજરાતી વિષયના અક્ષરોની ઓળખ કરવા માટે રમકડા તેમજ ગેમ અને ગીતોનો સહારો લીધો છે. આ ઈનોવેશનને કારણે રંજનબેન સમગ્ર ગુજરાતમાં ફેમસ થયા છે. તેમને વર્ષ 2018માં તાલુકા સ્તરે અને 2019ના વર્ષમાં જિલ્લા સ્તર પર શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

રંજનબેને બાળકોને શીખવાડવા માટે અલગ અલગ ઈનોવેશન કર્યાં છે. જેનું તેમને સારુ પરિણામ મળ્યું છે. તેઓ ગણિતને ગીત ગાતા અને રમતા રમતા શીખવાડે છે. ગીત ગાતા ગાતા બાળકોને 1 થી 100 સુધીની ગણતરી શીખવાડે આવે છે. આ જ રીતે ગુજરાતી ભાષાના મૂળાક્ષર, વ્યંજન શીખવાડવા માટે તેમણે ઈનોવેશન કર્યું છે. જેના માટે તેઓ ગીત, રમત, રમકડાનો સહારો લે છે. આ રમતમાં એક્શન પણ આવે છે, જેના કારને બાળકો શોખથી શીખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *