વડોદરા પોલીસની એક PCR પેટ્રોલિંગ કરી રહી હતી અને સર્જાયો અકસ્માત- થયા આવા હાલ

વડોદરા નજીક નેશનલ હાઇવે પર નાઇટ પેટ્રોલિંગ કરતી પોલીસની જીપને પૂરપાટઝડપે જતા એક ડમ્પરે પાછળથી ટક્કર મારતા પોલીસની જીપ રોડ પરથી ખાડામાં ઉતરી ગઇ હતી.…

વડોદરા નજીક નેશનલ હાઇવે પર નાઇટ પેટ્રોલિંગ કરતી પોલીસની જીપને પૂરપાટઝડપે જતા એક ડમ્પરે પાછળથી ટક્કર મારતા પોલીસની જીપ રોડ પરથી ખાડામાં ઉતરી ગઇ હતી. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત બે પોલીસ કર્મચારીને ઇજા થઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ વરણામા પોલીસ સ્ટેશનની વરણામા-૧ મોબાઇલ તરીકે ઓળખાતી જીપમાં  ગઇ રાત્રે હાઇવે પર ડ્રાઇવર નીલેશ પાંડુરંગ અને હેડ કોન્સ્ટેબલ સંતોષપ્રસાદ સૂર્યમણી પેટ્રોલિંગમાં નીકળ્યા હતાં. કરજણથી વરણામા તરફ આવતા હાઇવે પર  એક લક્ઝરીને પંચર પડતા તે રોડ પર ઉભી હતી અને લોકો રોડ પર હોવાથી પોલીસ જવાનોએ બસના પ્રવાસીઓને એક બાજુ ઉભા રહો તેમ સમજાવીને તેઓ આગળ નીકળ્યા હતાં.

પોર પસાર કર્યા બાદ હાઇવે પર આગળ વધતા હતા ત્યારે મળસ્કે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પૂરપાટઝડપે પાછળથી પીળા રંગના એક ડમ્પરે પોલીસની જીપને જોરદાર ટક્કર મારતા પોલીસ જીપ ખાડામાં ઉતરી ઝાડ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં અંદર બેસેલ બંને પોલીસ જવાનોને ઇજા થઇ હતી. બંને ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *