ક્યાં છે દારૂબંધી? અમદાવાદમાં પકડાયો દારૂ સહિતનો 10 લાખનો મુદ્દામાલ

અમદાવાદના વસ્ત્રાપુર ગામ સાતેજ ટાવર પાસે શંકાસ્પદ હાલતમાં ઈનોવા કાર પાર્ક કરેલી હતી અને તેમાં વિદેશી દારૂની બોટલો છે અને દારૂની હેરફેર કરવા માટે કેટલાક…

અમદાવાદના વસ્ત્રાપુર ગામ સાતેજ ટાવર પાસે શંકાસ્પદ હાલતમાં ઈનોવા કાર પાર્ક કરેલી હતી અને તેમાં વિદેશી દારૂની બોટલો છે અને દારૂની હેરફેર કરવા માટે કેટલાક શખ્સો સિયાઝ કારમાં વિદેશી દારૂની બોટલ લઈને આવવાના હોવાની માહિતી પોલીસને પ્રાપ્ત થઇ હતી.

દરમિયાન સિયાઝ કારમાં બેઠેલા બે શખ્સો ઈનોવા કારની ડેકીમાંથી દારૂની બોટલો હેરફેર કરવા લાગતા પોલીસે બંનેને ઝપકડી લીધા હતા. પૂછપરછમાં તેમના નામ ઇન્દ્રજીતસિંહ થાન સિંહ રાજપુત અને વિજયભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું.

બંને કારમાંથી પોલીસે 33,490 રૂપિયાની કિંમતનો દારૂ 10,000 રૂપિયા રોકડા અને બંને વાહનો મળી રૂ.8,48,785નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તે સિવાય અમદાવાદ શહેરના સોલા પોલીસે ઘાટલોડિયાથી જનતા નગર તરફ જતા ભાગ્યોદય સોસાયટી પાસે નંબર પ્લેટ વગરની અલ્ટો કારમાં તપાસ કરતા 39,900 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને રૂ.1,42,900નો મુદ્દામાલ કબ્જે કરીને ભવરસિંહ પ્રતાપસિંહ રાઠોડની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *