ગરબા જોઇને પરત ફરતા બાઈક ચાલકોને યુવતીએ કારથી ફંગોળ્યા- કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના, જુઓ CCTV ફૂટેજ

અમદાવાદ(ગુજરાત): શહેરમાં (Ahmedabad) નવરાત્રિમાં (Navratri) રાતે 12 વાગ્યે કર્ફ્યૂ લાગી જતો હોય છે ત્યારે ગત શુક્રવારની મોડી રાતે (Mid night) અમદાવાદમાં આવેલ વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારનાં NFD સર્કલ નજીક કાર લઈને નીકળેલ યુવતીએ બાઇકસવારને (accident near NFD circle) ફંગોળી દીધા હતા.

જેમાં એકસાથે 2 યુવકને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આચ્યા હતા. જ્યારે કારચાલક યુવતી ત્યાંથી ભાગી ગઇ હતી. હાલમાં આ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરી દેવાઈ છે ત્યારે આ અકસ્માતનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે.

બાઇક સવાર યુવક પોરબંદરથી અહીં ભણવા આવ્યો છે:
શહેરમાં આવેલ નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતા મૂળ પોરબંદર ભવ્ય રાયચૂરા કે, જે અમદાવાદમાં CAનો અભ્યાસ કરો રહ્યો છે. ભવ્ય પીજીમાં રહેતો હોવાને લીધે તેના મિત્ર અભિજિત બીજા મિત્રોની સાથે સિંધુ ભવનમાં અર્બન ચોક નજીક ગરબા જોવા માટે ગયા હતા.

રાતના 12.30 વાગ્યાના અરસામાં તેઓ પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન ભવ્ય બુલેટ ચલાવી રહ્યો હતો. જયારે તેમની પાછળ તેનો મિત્ર બેઠો હતો. તેઓ બાઇક પર ગુરુદ્વારાથી NFD સર્કલ સંજીવની હોસ્પિટલના રોડ પર જઈ રહ્યા હતા. આ સમયે સર્કલ પર જજીસ બંગલો તરફથી ફુલ સ્પીડે આવતી કારે ભવ્યની બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

યુવતી અકસ્માત સર્જીને ફરાર:
આ અકસ્માતમાં ભવ્ય તેમજ તેનો મિત્ર ફંગોળાઈ ગયા હતા તેમજ કાર ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં કારમાંથી એક યુવતી નીચે ઊતરીને ઇજાગ્રસ્તોને સારવાર કરાવવાની જગ્યાએ ત્યાંથી ભાગી ગઇ હતી. આ યુવતીને ઇજાગ્રસ્ત યુવકોએ જોઈ લીધી હતી.

બંને યુવકોને સારવાર માટે લઇ જવાયા:
અકસ્માત પછી બંને યુવકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા કે, જ્યાં તેમને ગંભીર ઇજાઓ તેમજ ફ્રેકચર થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ વિશે ટ્રાફિક-પોલીસ દ્વારા ગુનો નોંધીને કારના નંબરના આધારે આ કાર કોની છે તેમજ આરોપી યુવતીને શોધવાનો પ્રયત્ન હાથ ધરાયા છે.

આ ઘટનામાં અકસ્માત કરનારી યુવતી બિલ્ડરની દીકરી હોવાનું પણ ચર્ચામાં આવી રહ્યું છે. જો કે, હજુ સુધી આરોપી યુવતી પોલીસની પકડમાં આવી શકી નથી. A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI, એન.એચ.જાડેજા એ આ અંગે માહિતી આપતા કહ્યું છે કે, શુક્રવારે રાતે અકસ્માતની જાણ થતા અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોની પૂછપરછ કરતા કારચાલક યુવતી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *