મધ્યપ્રદેશના ઉમરિયામાં, શિવરાજસિંહ ચૌહાણ સરકાર રાજ્યભરમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ અંગે જન જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. તે દરમિયાન એક ઘૃણાસ્પદ અપરાધ સામે આવ્યો છે જેમાં એક 13 વર્ષની બાળકી પર પાંચ દિવસમાં બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. છેલ્લા છ દિવસોમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાની ઓછામાં ઓછી ચાર ઉગ્ર ઘટનાઓએ ફરી એકવાર મહિલાઓની સલામતી અંગે મોટા સવાલો ઉભા કર્યા છે.
4 જાન્યુઆરીએ ઉમરિયામાં એક 13 વર્ષની બાળકીનું તેના પરિચિતોએ અપહરણ કર્યું હતું, ત્યારબાદ તેના છ મિત્રો સાથે છ દિવસ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. 5 જાન્યુઆરીએ પીડિતાને મુક્ત કરતા પહેલા તેણે ધમકી આપી હતી કે, જો તે આ વિશે કોઈને કહેશે તો જાનથી મારી નાખશે. 11 જાન્યુઆરીએ એક આરોપીએ તેનું ફરીથી અપહરણ કર્યું હતું, તેને રસ્તાની એક બાજુના ઢાબામાં લઇ જઈ તેના પર 3 લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો.
આ મામલો શુક્રવારે પોલીસને જાણ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસની અનેક ટીમોએ તલાશી લીધી હતી. ઉમરીયા પોલીસના પીઆરઓ અરવિંદ તિવારીએ જણાવ્યું હતું કે, “અમે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે, અને આ કેસમાં બાકીના આરોપીની ધરપકડ ટૂંક સમયમાં થવાની ધારણા છે. કેસ પોસ્કો અને આઈપીસીની સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે.”
9 જાન્યુઆરીના અંતમાં, સીધી જિલ્લામાં એક ઝુપડામાં 48 વર્ષીય વિધવા મહિલા પર ચાર લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપીએ વિધવાના ખાનગી ભાગોમાં લોખંડનો સળિયો નાખી દીધો હતો. બે દિવસ પછી, 11 જાન્યુઆરીની સવારે, એક 13 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની હત્યા કરી હતી.
આના એક દિવસ પછી જ ઉજ્જૈન જિલ્લાની એક મહિલા પર તેના પતિ અને સાસરીયાઓએ હુમલો કર્યો હતો. બીજા સાથે સંબંધ હોવાનો આક્ષેપ કરતાં તેણે તેના નાક અને છાતી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હાલમાં મહિલાની ઈન્દોરની એમવાય હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે જ્યાં તેની હાલત નાજુક છે. આ તમામ કેસોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle