કુંવારાઓના ભગવાન: અહીંયા માત્ર દર્શન કરવાથી વાંઢાઓના તરત જ થઈ જશે લગ્ન…

Madhya Pradesh Billam Bavji: કોઈ પણ પરિવારમાં જ્યારે લગ્ન યોગ્ય ઉંમરના છોકરા છોકરીઓ ઘરમાં કુંવારા હોય ત્યારે માતા-પિતા ખૂબ ચિંતિત હોય છે. આજના સમયમાં સારા જીવનસાથી મેળવવા મુશ્કેલ બની ગયું છે. જો સમયસર સારો છોકરો કે છોકરી ન મળે તો લોકો દેવી-દેવતાઓ સમક્ષ પણ મનોકામના(Madhya Pradesh Billam Bavji) કરે છે. એ જ રીતે મધ્યપ્રદેશમાં કુંવારાઓના દેવો છે. એવું માનવામાં આવે છે કે અહીં આવનારા કુંવારા લોકોના લગ્નની માનતા અવશ્ય પૂર્ણ થાય છે.

લગ્ન માટે માનતા પુરી થાય છે
બિલમ બાવજીનું આ સ્થાન કુંવારાઓ માટે એક ચમત્કારિક મંદિર બની ગયું છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ, અગાઉ આ ધર્મસ્થળે આવતા લોકોની સંખ્યા ઘણી ઓછી હતી. પરંતુ ચમત્કારના કારણે હાલમાં અહીં કુંવારા લોકો તેમના પરિવાર સાથે સતત આવતા હોય છે. કુંવારા ઉપરાંત ઉપરાંત, તેમના માતાપિતા અથવા અન્ય સંબંધીઓ પણ તેમના બાળકોના વહેલા લગ્ન માટે પ્રાર્થના કરવા અહીં આવે છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ માનતા કરી છે અને તેમના લગ્ન થઈ ચૂક્યા છે.

ગયા વર્ષે 1500 લોકોએ મુલાકાત લીધી, 600 લોકોએ લગ્ન કર્યા.
અહીંના સ્થાનિકએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે લગભગ 1500 લોકોએ બિલમ બાવજીના દર્શન કરવા આવ્યા હતા, જેમાંથી લગભગ 600 લોકોએ લગ્ન કર્યા હતા.આ વખતે પણ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે.

નવદંપતી પુત્ર માટે માનતા કરે છે
લગ્નનું વ્રત પૂર્ણ થતાં જ દંપતી બાવજીના ચરણોમાં માથું નમાવીને પુત્રની માનતા કરે છે.મન્નત પૂર્ણ થતાં જ બાવજીના આશીર્વાદથી પુત્ર પ્રાપ્ત થયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

આ જગ્યાએ આવેલું છે મંદિર
આ દેવતાનું મંદિર મધ્ય પ્રદેશના નીમચ જિલ્લાના જાવડમાં છે, જેઓ કુંવારાના દેવ ‘બિલમ બાવજી’ તરીકે ઓળખાય છે. બિલમ બાવજીની સ્થાપના 50 વર્ષ પહેલા કરવામાં આવી હતી, જે હવે તે જગ્યાએ એક પરંપરા બની ગઈ છે અને દર વર્ષે આ રંગપંચમીના દિવસે શહેરવાસીઓ દ્વારા ધાર્મિક વિધિ મુજબ તેની પૂજા કરવામાં આવે છે.