‘મહા’ વાવાઝોડુ ગુજરાતમાં ભલે સમુદ્રના તટ પર નહી ટકરાયું હોય પણ તેની અસરે ખેડૂતોને ભારે નુકશાન કર્યું છે. વાવાઝોડા ની અસરે સુરત જિલ્લાના ડાંગર ના પાક ને ખૂબ મોટુ નુકસાન કર્યું છે. ખેડૂત સમાજે માંગ કરી છે કે સતત ગુજરાતમાં ‘વાયુ’, ‘ક્યાર’ અને ‘મહા’ વાવાઝોડાની અસર ના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતો એ પાકને જે નુકશાન થયુ છે તેના કારણે રાજ્ય સરકાર લીલો દુકાળ જાહેર કરે અને ખેડૂતો ને યોગ્ય વળતર આપે એવી માંગ કરી છે.
મહા વાવાઝોડાની અસર ના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેના કારણે ઓલપાડ તાલુકાના અનેક ગામો માં ડાંગરના પાક ને નુકશાન થયુ છે. સરોલી,સોસાક માં ડાંગર નો પાક જમીનદોસ્ત થયો છે.વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટને લીધે વરસાદી માહોલ જામ્યો છે.ઓલપાડ ના અનેક ગામોમાં કપાયેલી ડાંગર પર વરસાદી આફત આવી છે.ખેડૂતો ને મોટા પાયે નુકશાન થયુ છે.ગઈકાલે ડાંગર કાપી અને રાત્રે પલળી ગઇ, ઢોર પણ ન ખાય તેવી સ્થિતિ મા ડાંગર નો પાક બરબાદ થઈ ગયો છે.મહા વાવાઝોડા માં ડાંગર નો પાક ખરાબ રીતે ધોવાયો છે. કાસલા ગામમાં કપાયેલા ડાંગર ના પાક પર મહા વાવાઝોડા એ વિનાશ વેર્યો છે. સુરત જિલ્લાના અનેક ગામો માં ખેડૂતો ની પરિસ્થિતિ વિકટ બની છે.ખેડૂતો ને રાતાં પાણીએ રોવાનો વારો આવ્યો છે તયારે ખેડૂત સમાજ રાજ્ય સરકાર પાસે યોગ્ય વળતર ની માંગણી કરી દક્ષિણ ગુજરાતને લીલો દુષ્કાળ ની સ્થિતિ માટે જાહેર કરવા માંગ કરી છે.