અમદાવાદ સહીત રાજ્યભર માં ‘મહા’ વાવાઝોડાની અસર શરુ :જાણો ક્યાં ક્યાં વરસાદ પડ્યો..

મહા વાવાઝોડાની અસરનાં પગલે આજ સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા…

મહા વાવાઝોડાની અસરનાં પગલે આજ સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. દરિયાકાંઠે મહા વાવાઝોડાનું સંકટ તો દૂર થઈ ગયું છે, પણ હવે વરસાદી આફત ગુજરાત પર ડોળાય રહી છે. જેના કારણે ગુજરાતભરના દરિયાકાંઠે આવેલા ગામડાંઓને એલર્ટ કરવામાં આવ્યા છે. પરિણામે ગઈ કાલે રાત્રે પડેલા વરસાદ બાદ હવે આજે સવારે પણ મેઘરાજાએ હવામાન વિભાગની આગાહી સાચી ઠેરવી છે.

તસ્વીરો સાંકેતિક છે

ગઈકાલે રાત્રે પણ પડ્યો ધોધમાર વરસાદ

અરબી સમુદ્રમાં ઊભું થયેલું મહા નામનું વાવાઝોડુ ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવી રહ્યું છે આવતીકાલે સવારે આ વાવાઝોડું નબળું પડીને દીવ ના દરિયા કાંઠા ની આસપાસ ત્રાટકી શકે છે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર શરૂ થઈ ગઈ છે જેને પગલે સૂસવાટા મારતા પવન શું કરવાનું શરૂ થયું છે તેમજ વરસાદ શરૂ થઈ ગયો છે રાજકોટ અને ભાવનગરમાં તેમજ જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.

અરબી સમુદ્રમાં ઉદ્રવેલું ‘મહા’ વાવાઝોડું આજે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ત્રાટકીને મોટી ખાનાખરાબી સર્જે એવી શકયતા સાથેની હવામાન ખાતાની આગાહી હતી, પણ એકાએક વાવાઝોડું નબળું પડી જવા સાથે આજે આશ્ચર્યજનક રીતે દીવથી લઇને દ્વારકા સુધીનો દરિયો સાવ શાંત થઇ ગયો હતો અને વાવાઝોડા જેવી ઝંઝાવાતની અસર વર્તાઇ નહોતી. જો કે, રાજકોટ, અમરેલી, જામનગર જિલ્લામાં આજે બપોર બાદ અનેક સ્થળોએ ગાજવીજ અને પવન સાતે જોરદાર ઝાપટાથી અઢી ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. પરિણામે સરકારી તંત્રએ હાંશકારો અનુભવ્યો હતો .

રાજકોટ શહેરમાં આજે સાંજે ગાજવજી અને તોફાની પવન સાથે વરસાદી ઝાપટું વરસી જતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ટાંકી ચોકમાં એક પતરૂં તો સત્ય સાંઇ રોડ પર એક વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી. ધોરાજી અને જામકંડોરણા પંથકમાં અડધા ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. ગોંડલ તાલુકાનાં શિવરાજગઢ, કમર કોટડા, શ્રીનાથગઢ, બીલડી, કમઢીયા, ખીલોરી, દેવચડી, બાંદરા, નવાગામ, લીલાખા સહિતના ગામોમાં દોઢ થી અઢી ઇંચ પવન સાથે ધોધમાર વરસાદ પડયો હતો.

જામનગર જિલ્લામાં બપોર બાદ જામનગર, કાલાવડ, લાલપુર, જામજોધપુરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જામનગર જિલ્લા માટે આજે એનડીઆરએફની ટીમે આવી પહોંચીને સ્થિતિ ચકાસી હતી.ભારે વરસાદની સંભાવનાથી વહીવટી તંત્ર હજુ સજજ રહ્યું છે. દીવમાં પણ આજેએનડીઆરએફની ટીમોએ મોર્ચો સંભાળી લીધો હતો. કોસ્ટ ગાર્ડનાં હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ ટુ રખાયા હતા. જો કે, આજે દીવનો દરિયો સાવ શાંત થઇ ગયો હતો અને વાવાઝોડા જેવી કોઇ અસર દેખાઇ નહોતી.

અમરેલી જિલ્લામાં આજે છૂટા-છવાયા ઝાપટા વરસ્યા હતા. આજે મોટી કુંકાવાવમાં એકથી દોઢ ઇંચ માવઠું તેમજ બાબરા તાલુકાના કોટડાપીઠા, કરણુંકી, ગરણી, પાનસડા, નવાણીયા, ઉંટવડ, વાવડા સહિતના અનેક ગામોમાં આજે સાંજના ૫.૩૦ થી ૬.૩૦ સુધીમાં વાવાઝોડાની અસર હેઠળ દોઢ ઇંચ જેટલો કમોસમી વરસાદ પડતા કપાસના ઉભા પાકનો ભારે નુકશાન થયું છે. પશુના ઘાસચારાને પણ નુકશાન  થયું છે. બાબરામાં જોરદાર ઝાપટું પડયું હતું. તો ફૂલઝર, મોટા દેવળીયા, ઇસાપર, ચમારડી, નિલવડા, વાંકીયા, સુખપુર, લાલકામાં અડધા ઇંચ જેવું માવઠું થયું હતું.

જૂનાગઢ જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાવાઝોડાની શકયતાના પગલે તંત્ર એલર્ટ છે અને માંગરોળમાં એનડીઆરએફ ટીમ તૈનાત કરી દેવાઇ છે. આજે વરસાદની શકયતા હતી, પણ આજે બપોર બાદ વાદળછાયું વાતાવરણ છવાયું હતું.મોડી સાંજ સુધી કયાંય વરસાદ થયો ન હતો અને દરિયાકાંઠા વિસ્તારમાં સ્થળાંતર કરાયું ન હોતું. આ અંગે જિલ્લાના કલેકટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું હતું કે, વરસાદ – વાવાઝોડાની શકયતાને લઇ તંત્ર એલર્ટ છે. તમામ તૈયારી સાથે એનડીઆરએફની ટીમ માંગરોળ તથા દરિયાકાંઠા વિસ્તારમાં છે. જરૂર જણાયે લોકોને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી કરાશે.

મામલતદાર તેમજ નાયબ મામલતદારોની ટીમ બનાવી કોઇ મુશ્કેલી સર્જાય તો ગ્રામજનોના સ્થળાંતર સહિતની તૈયારી કરી લેવામાં આવી છે. માછીમારોએ પોતાની બોટો કાંઠે લાંગરી દીધી છે. કલેકટર આયુષ ચોક દ્વારા વહિવટી તંત્રને વાવાઝોડાના સંભવિત ખતરા સામે તમામ બચાવ પગલા ભરવા તાકિદ કરી દેવામાં આવી છે. વાવાઝોડાના પગલે ખાસ કરીને ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી છવાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *