ગઈકાલે રાત્રે એક અકસ્માત થયો હતો. મુંબઇ-પુણે રૂટ પર જતાં એક કન્ટેનરમાં 4 વાહનોને ટક્કર મારી હતી. જેમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં હાઇ સ્પીડમાં જઇ રહેલા કન્ટેનરએ અચાનક કેન્ટ્રા, ઇનોવા, ટેમ્પો અને ટ્રકને ટક્કર મારી હતી. ઘટના બાદ અરાજકતા છવાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં એક જ પરિવારના 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પીડિતોની ઓળખ પશુ ચિકિત્સક ડો. વૈભવ ઝાંઝરે તેની માતા, પત્ની અને પુત્રી તરીકે થઈ છે. વૈભવ ઝાંઝરે નવી મુંબઈ મહાનગરપાલિકામાં પશુચિકિત્સક હતા. તે બધા કારમાં સવાર હતા. તેમણે કહ્યું કે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, વધુ ઝડપે જતા કન્ટેનરની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે તેના ડ્રાઇવર સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દીધો હતો અને અન્ય વાહનોમાં અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 3 મહિલાઓ સહિત 4 લોકો છે. ઘાયલની હાલત ગંભીર છે. આ ઘટના મુંબઈ-પુણે હાઇવે પર રાયગઢમાં બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle