મહારાષ્ટ્રથી પ્રવાસી મજૂરોની દુઃખદ ઘરવાપસીની અસર હવે તેના નાના ઉદ્યોગો પર દેખાઈ રહી છે. અનલોક પ્રક્રિયા શરૂ થયા બાદ મહારાષ્ટ્રના ઉદ્યોગ-ધંધા ઓ હવે ધીમે ધીમે શરૂ થવા લાગ્યા છે. કારખાના અને ફેક્ટરીઓમાં સામાજિક અંતર, માસ્ક, સેનેટાઈઝર વગેરેની તમામ વસ્તુઓની હાજરી છે, પરંતુ જે કોઈ હાજર નથી તો તેઓ છે મજૂરો. જેના પરસેવાના પ્રભાવ પર કારખાનાઓ ચાલતા હતા. તેને લઈને ઉદ્યોગોના શરૂ થયા બાદ પણ ત્યાં સન્નાટો છવાયેલો છે.
મુંબઈના ઉદ્યોગિક વિસ્તારોમાં સામાન્ય દિવસોમાં માણસોની હેરફેર થતી રહે છે. પરંતુ કોરોના સંક્રમણના બાદ ખુલેલા આ વિસ્તારોમાં હવે એકલદોકલ માણસો જ દેખાઈ રહ્યા છે.
જગજીતસિંહ એન.એસ ઇન્ડસ્ટ્રીના માલિક છે. તેમનો એક લઘુ ઉદ્યોગ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી છે. સામાન્ય રીતે તેના કારખાનામાં 25 મજૂરો કામ કરે છે પરંતુ તેમને ત્યાં અત્યારે માત્ર ચાર લોકો કામ કરી રહ્યા છે. કારણકે લોકડાઉન દરમિયાન તમામ મજૂરો ઘરે ચાલ્યા ગયા છે.
હજુ પાછા ફરવા નથી માગતા મજૂરો
જગજીત સિંહ કહે છે કે મોટી સંખ્યામાં મજૂરો ઘરે ચાલ્યા ગયા છે અમે તેઓને ત્રણ માસનો પગાર પણ ચૂકવી દીધો છે. પરંતુ તે લોકો ખૂબ ડરેલા છે. હું સતત તેમની સાથે ફોન પર વાત કરતો રહું છું, તેમાંથી અમુક લોકો આવવા માંગે છે તો અમુક લોકો પાછા ફરવાની ના પાડી રહ્યા છે. તેઓનું કહેવું છે કે એક વાર જ્યારે મુંબઈમાંથી કોરોનાવાયરસ સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ જશે, ત્યારે તેઓ જરૂર પાછા ફરશે. અત્યારે જે મજૂરો કામ કરી રહ્યા છે તેમના માટે ખાવાનું મારા ઘરેથી આવે છે. હું મારી ગાડી દ્વારા તેઓને ફેક્ટરી સુધી લાવું છું અને ઘરે મૂકી આવું છું. અમારો ધંધો ખરાબ રીતે પ્રભાવિત થયો છે ફક્ત ૨૦ ટકા વેપાર થઇ રહ્યો છે. હું તેમની ટ્રેન ટિકિટ લેવા માટે પણ તૈયાર છું પરંતુ તેઓ હવે પણ જવા નથી માંગતા.
સો ની જગ્યાએ દસ મજૂરો દ્વારા કામ ચલાવવું પડી રહ્યું છે
મેન્યુફેક્ચરિંગ યુનિટ માં આજકાલ આખું યુનિટ ખાલી ખાલી દેખાઈ રહ્યું છે. એક યુનિટ માં સામાન્ય દિવસોમાં સો મજૂરો કામ કરે છે પરંતુ હવે ત્યાં દસ મજૂરો જ કામ કરી રહ્યા છે. બાકીના અન્ય મજૂરો નોકરી છોડીને જઇ ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news