મહારાષ્ટ્ર(Maharashtra)ના મુંબઈ(Mumbai)માં કોરોના બાદ હવે સ્વાઈન ફ્લૂ(Swine flu) લોકોમાં ભય ફેલાવી રહ્યો છે. હાલમાં મુંબઈમાં સ્વાઈન ફ્લૂથી સંક્રમિત ઓછામાં ઓછા ચાર લોકો વેન્ટિલેટર પર છે. ડોકટરોએ લોકોને ચેતવણી આપી છે કે શહેરમાં ફરી એકવાર સ્વાઈન ફ્લૂ ફેલાઈ રહ્યો છે અને જેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે તેમણે પણ સ્વાઈન ફ્લૂ માટે ટેસ્ટ કરાવવો જોઈએ.
જણાવી દઈએ કે આ મહિનામાં અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂના કુલ 11 કેસની પુષ્ટિ થઈ છે. જો કે, આ તો માત્ર શરૂઆત છે કારણ કે રોગની ગંભીરતાને જોતા તે જાણી શકાય છે કે સંક્રમિતોની સંખ્યા વધી શકે છે. કોવિડ-19ની જેમ, H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂ એ શ્વસન સંબંધી રોગ છે જે 2019 માં વૈશ્વિક રોગચાળા તરીકે શરૂ થયો હતો પરંતુ ટૂંક સમયમાં શમી ગયો.
બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં, 50 વર્ષથી ઓછી ઉંમરના બે દર્દીઓ એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન (ECMO) થેરાપી પર છે, જેને અંતિમ ઉપાય માનવામાં આવે છે અને જો વેન્ટિલેટર સપોર્ટ નિષ્ફળ જાય તો જ આપવામાં આવે છે. હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂ સાથે વોર્ડમાં અન્ય પાંચ દર્દીઓ દાખલ છે. પલ્મોનોલોજિસ્ટ ડૉ. પ્રહલાદ પ્રભુદેસાઈએ જણાવ્યું હતું કે ગંભીર H1N1 ચેપથી આ દર્દીઓના ફેફસાંને ગંભીર અસર થઈ હતી. તેમણે કહ્યું, “ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા ઓછામાં ઓછા 50% દર્દીઓ સ્વાઈન ફ્લૂ ટેસ્ટમાં પોઝીટીવ જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં સ્વાઈન ફ્લૂ અને કોરોના વાયરસ વચ્ચે ટક્કર છે.
ડૉ. રાજેશ શર્માને એના સંદર્ભે જણાવ્યું હતું કે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો લગભગ ત્રણ અઠવાડિયા પહેલા શરૂ થયો હતો. તેમણે કહ્યું, “આ દર્દીઓને તાવ અને શ્વસનતંત્રમાં ચેપ લાગશે પરંતુ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.” તેમણે કહ્યું કે, સ્વાઈન ફ્લૂની યોગ્ય સારવાર કરવી જરૂરી છે કારણ કે અસરકારક દવાઓ ઉપલબ્ધ છે. સારવારમાં વિલંબ દર્દીની સ્થિતિ વધુ ખરાબ કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.