સવાણી પરિવારનું દરિયા દિલ, વધુ 261 પિતાવિહોણી “લાડકડી” નું કર્યું કન્યાદાન…

સુરત શહેર અને ગુજરાતમાં પિતાવિહોણીદીકરીઓના લગ્ન કરાવડાવીને પાલક પિતા બનવાની સેવા કરતા સવાણી પરિવારના મહેશભાઇ સવાણીના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. આ જ પરંપરાને આગળ ધપાવતા ફરી એકવાર અબ્રામા ખાતે ગઈકાલે અનાથ,માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ૨૬૧ ખ્રિસ્તી, હિન્દુ અને મુસ્લિમ દિકરીના એક જ મંડપમાં વૈદિક વિધિથી, ખ્રિસ્તી રીતીરિવાજ મુજબ અને નિકાહ એમ ત્રણેય વિધિથી લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહીને દિકરીઓનું કન્યાદાન કર્યુ હતુ.

iAds

સવાણી પરિવાર તથા મોવલિયા પરિવાર માતા-પિતા અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર 261 દીકરીઓનું કન્યાદાન કરી સાસરે વળાવી હતી. 261 દીકરીઓમાં 6 મુસ્લિમ દીકરીઓના નિકાહ જ્યારે ત્રણ ખ્રિસ્તી અને 252 હિન્દુ દીકરીઓએ પોત-પોતાના સમાજના રીતિ-રિવાજ પ્રમાણે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

261 દીકરીઓના સાસુ-સસરાઓએ વહુની આરતી ઊતારી તેણીને પુત્રીની જેમ ગણવાની સાથે સાથે ક્યારેય સ્ત્રીભ્રૂણ હત્યા નહીં કરવાના સંકલ્પ લીધા હતા. લગ્નનું માયરું રાષ્ટ્રધ્વજના કલરનો તૈયાર કરાયું હતું. સમૂહલગ્ન પૂર્ણ થતાની સાથે જ 35 યુગલને લગ્નનું સર્ટિફિકેટ ઇશ્યૂ કરી દેવાયા હતા. ઉપરાંત તમામ દીકરીઓને પ્રધાનમંત્રી જીવન વીમા કવર અને બે લાખના મેડિકલ વીમાનું કવર પૂરું પાડવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દીકરીઓનું કન્યાદાન કરી દીકરીઓને દાંપત્યજીવન માટે શુભેચ્છા પાઠવી હતી. લગ્ન પવિત્ર બંધન સાથે બે આત્માના મિલન સાથે કુટુબીજનો માટેનો અનોખો અવસર છે તેમ કહી જણાવ્યું હતું કે, સવાણી પરિવારે જ્ઞાાતિ, જાતિ, સંપ્રદાય, ભાષા, પ્રાંતથી ઉપર ઉઠીને દેશની એકતા અને અખંડિતતાની નવી દિશાના દર્શન કરાવ્યા છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એચ.આઇ.વી. ગ્રસ્‍ત દીકરીઓનું કન્‍યાદાન કરી પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતિઓને આશીર્વાદ આપ્‍યા હતા.

મુખ્યમંત્રીએ એચઆઇવી ગ્રસ્ત દિકરીઓનું પણ કન્યાદાન કરીને પ્રભુતામાં પગલા માડનાર નવદંપતિઓને આર્શિવાદ આપ્યા હતા. આ પ્રસંગે પી.પી.સવાણી દ્વારા તમામ સમાજો એક મંચ પ્લેટફોર્મ પર આવે અને માહિતી એક સ્થળેથી મળે તેવા આશયથી એક વેબસાઇટ પણ લોન્ચ કરાઇ છે. સવાણી અને મોવલીયા પરિવાર દ્વારા સાત વર્ષથી પિતાવિહોણી દીકરીઓના લગ્નનું થાય છે. આજે લગ્ન બાદ વહુને દીકરી માટે તેમની આતરી ઉતારનાર વેવાઇઓને પણ અભિનંદન પાઠવાયા હતા. અને ખોટા રીવાજોને તિલાંજલી આપવા અનુરોધ કરાયો હતો.

Trishul News