સુરત(ગુજરાત): ફેસબુકથી અનેક નિરાધાર પરિવારોના ચેહરા પર સ્મિત લાવનાર મહેશભુવાએ અઢી કરોડ લાભાર્થીઓના બેંક અકાઉન્ટમાં સીધી મદદ કરી હતી અને નિરાધારો માટે સૌથી મોટા આધાર બની મહેશ ભુવાએ માનવતાની અનેરી મહેક સમાજમાં પ્રસરાવી છે.
તેમને એવા વ્યક્તિ અને જરૂરિયાતમંદ પરિવારની પોસ્ટ મૂકીને અત્યાર સુધી બે કરોડથી પણ વધુની રકમનું દાન એકત્ર કરીને પરિવારના ખાતા નંબર મૂકીને સીધી જ રકમ પરિવારના બેંક ખાતામાં જમા કરાવી છે. આ જ રીતે ભવિષ્યમાં પણ અનેક નિરાધારને સહાય મળી શકે તે માટે મહેશભુવા દ્વારા પોતાના જન્મદિને હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.
સુરત શહેરમાં ફેસબુક પેજથી અનેકના ફેસ પર સ્મિત લાવનાર સોશિયલ મિડીયાથી નિરાધારનો આધાર બની અઢી કરોડની મદદ પહોચાડનાર મહેશભુવાએ આ ટ્રસ્ટની સ્થાપના કરી જે થકી નિરાધારનો આધાર બની ગરીબ પરિવારોને થતી આર્થિક મદદની જરૂરિયાત સંતોષી શકાશે.
તારીખ 7-6-2022 ને મંગળવારે 8:30 કલાકે હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપનાના સાક્ષી બનતા અનેક મહાનુભવો મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલાના કુકાવાવ તાલુકાના અને વામવયના અને સુકલકડી કાયા ધરાવતા મહેશ ભુવાના ફેસબુકે અનેકોના ફેસ પર સ્મિત લાવી દીધું છે.
આ કાર્યક્રમમાં નાની દીકરી ચાર્મી ગુણાએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે, મહેશભાઈ ભુવાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અનેકની સેવા કરી છે. સોશિયલ મીડિયા જેટલું સારું છે તેટલું ખરાબ પણ છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા આવડે તો તે સારું નહિતર ખરાબ જ છે.
આ ઉપરાંત, સોશિયલ મીડિયાની હકારત્મક અસરના સુંદર પરિણામો સાથે મહેશભૂવાને સમર્થન આપ્યું અને સમસ્ત માનવ સમાજ માટે ઉપયોગી બનશે તેવી સુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આવનારા સમયમાં આ ટ્રસ્ટ દ્વારા સેકંડો જરૂરીયાતમંદને મદદ પૂરી પાડી, મુરજાઇ ગયેલા ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.