Mahipal Singh last salute: શુક્રવારે સાંજે ભારતના વીરપુત્રો એવા આપણા 3 સેના જવાનો જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં શહીદ થયા છે.તેમાંથી એક મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા મહિપાલસિંહનો પણ સમાવેશ થાય છે. મહિપાલસિંહના(Mahipal Singh last salute) શહીદ થયા પછી તેમનો પાર્થિવ દેહ હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને સદાશિવ સોસાયટી વિરાટનગર રોડ ઓઢવ ખાતેના નિવાસસ્થાને મુખ્યમંત્રી સહિત તમામ લોકોએ તેમને પુષ્પાજંલી અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
શહીદ મહિપાલસિંહની ગર્ભવતી પત્નીએ આપી તેમને છેલ્લે સલામી
અહીં શહીદની ગર્ભવતી પત્ની પણ પતિને છેલ્લી સલામી આપવા પહોંચી હતી અને આ દરમિયાનના જે દ્રશ્યો સામે આવ્યા તેણે તો બધાને રડાવી દીધા છે. શહીદ મહિપાલ સિંહના પાર્થિવ દેહને છેલ્લી સલામી આપવા માટે ગર્ભવતી પત્ની પહોંચતા અમુક કરૂણ દ્રશ્યો સર્જાયા હતા અને તેમની પત્ની ધ્રૂસકે ધ્રૂસકે રડતા વાતાવરણ પણ એક ગમગીન બની ગયુ હતુ. ગર્ભવતી પત્ની સહિત પરિવારના લોકોના આંખોમાંથી તો આંસુઓ જ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા અને તેમના કરુણ આક્રંદથી તો ત્યાં હાજર બધાની આંખો નમ થઇ ગઇ હતી.
કરુણ દ્રશ્યો જોઇ બધાની આંખો થઇ નમ
મહિપાલસિંહના પત્નીનું એક મહિના પહેલા જ સીમંત યોજાયું હતું અને તેમના ઘરે પારણું બંધાવવાનું છે, પણ આવનારા સંતાનનું મોઢું જોવે એ પહેલા જ તેઓ આતંકવાદીઓ સામે સામી છાતીએ લડતા-લડતા શહીદ થઇ ગયા હતા. છેલ્લા 8 વર્ષથી 27 વર્ષિય મહિપાલસિંહ વાળા સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા હતા.અને તેમની પહેલી પોસ્ટિંગ જબલપુરમાં થઈ હતી, જ્યાં તેમણે 4 વર્ષ ફરજ બજાવી અને પછી ત્રણ વર્ષ સુધી ચંદીગઢમાં ફરજ બજાવી હતી.
છેલ્લા 8 વર્ષથી મહિપાલસિંહ વાળા બજાવતા હતા સુરક્ષા દળમાં ફરજ
છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીર થઈ હતી અને ત્યારે જ કુલગામના હાલાન જંગલ વિસ્તારના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓનો સામનો કરતાં તેઓ વીરગતિ પામ્યા છે. શહીદ મહિપાલસિંહને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના નિવાસસ્થાને ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના શોક સંતપ્ત પરિવારના લોકોને સાંત્વના પણ પાઠવી હતી. આ સમયે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર કિરીટભાઇ પરમાર, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. સહિત ધારાસભ્યોઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
શહીદ વીરનો પાર્થિવ દેહ ઘરે પહોંચતાની સાથે જ લાગ્યા ભારત માતા કી જય અને વંદે માતરમના નારા
શહીદ વીરનો પાર્થિવ દેહ જયારે ઘરે પહોંચતાની સાથે જ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લાગવામાં આવ્યા હતા.મળતી માહિતી અનુસાર, વિરાટનગર નિવાસસ્થાને હિન્દુ વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમ દર્શન માટે શહીદ વીરના પાર્થિવદેહને ચોગાનમાં રાખવામાં આવ્યો હતો અને અહીં હજારોની સંખ્યામાં લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube