આમ આદમી પાર્ટી ગુજરાતમાં ધીરે ધીરે નવા નવા ચહેરાઓને સામેલ કરીને દિવસે દિવસે મજબૂત બનતી રહી છે ત્યારે થોડા સમય અગાઉ જ ગુજરાતના જાણીતા ચહેરા અને યુવા નેતા મહિપત સિંહ ચૌહાણ ને મોટી જવાબદારી સોંપીને યુવા પાંખના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં જ આ નેતાએ પક્ષમાં ચાલતા અમુક ઉપરી નેતાઓની પાસેથી પરમિશન લેવાના નિયમ ના વિખવાદ ને લઈને રાજીનામું ધરી દીધું છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ને રાજીનામું આપતા મહીપતસિંહ ચૌહાણએ કહ્યું છે કે, મને પ્રદેશ યુવા પ્રમુખ બનવાને કાબેલ સમજ્યો તે બદલ આભાર સાથે આપને જણાવવાનું કે, જો ગાંધીજી, સરદાર પટેલ કે દેશના અન્ય ઘડવૈયાઓએ પોતાના કાર્યક્રમો કરવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોત તો દેશની હજુ સુધી આઝાદી ન મળી હોત.
આ સાથે રાજીનામાં માં તેમણે કહ્યું છે કે, હું સ્વતંત્ર લડનારો અને છૂટથી લોકો માટે જીવનારો માણસ છુ, મારે આમ આદમી પાર્ટીમાં પ્રદેશ યુવા પ્રમુખ તરીકે રહીને કોઈ જિલ્લામાં કાર્યક્રમ કરવા માટે ઝોન પ્રમુખની કે જિલ્લા પ્રમુખની પરવાનગી લેવાની હોય, તો તે મારા વ્યક્તિગત વિચારોથી ભિન્ન છે. લોકોને પક્ષમાં જોડવા માટે આમ આદમી પાર્ટીએ આયોજનબદ્ધ રીતે કાર્યક્રમો કરવા જરૂરી નથી. શિસ્ત અને સંયમતાનો સમય હવે વીતી ગયો છે. લડવા નીકળ્યા છે, એટલે ખૂબ ચતુરાઈથી લડવુ પડે. રસ્તામાં કોઈ મળી જાય તો પણ તેને પક્ષમાં જોડી દેવાનો હોય.
આવામાં જિલ્લા પ્રમુખ અને ઝોન પ્રમુખની પરવાનગી લેવા રહેશો તો 2022 તો ઠીક પણ 2024 પણ નીકળી જશે. પ્રદેશ યુવા પ્રમુખ તરીકે પરવાનગી લેવી પડે તે બાબતની શરમ કે સંકોચ નથી, પરંતુ કોઈના અભિમાનમાં આખેઆખા કાર્યક્રમ રદ્દ કરી નાખવામાં આવે તે ક્યારેય સહન ન કરી શકાય. આપની શિસ્ત અને સંયમતામાં હું બંધ બેસુ તેમ નથી. મારાથી બનતા પ્રયત્ન કર્યા છે. આપ આગામી રાજકારણમાં ખૂબ જ પ્રગતિ કરો અને આપના કાર્યકર્તાઓને પણ છૂટ આપી તેમને નિર્ણય લેવાને કાબેલ સમજો તેવી અપેક્ષા.
મહીપત સિંહ ચૌહાણએ સાથે જણાવતા કહ્યું છે હું ગુજરાતના તમામ યુવાનો સાથે છું. હું ફક્ત આમ આદમી પાર્ટીના પ્રમુખ પદ તરીકેથી રાજીનામું આપું છું પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે કાર્ય કરતો રહીશ. હું આમ આદમી પાર્ટી સાથે છું. હું ગુજરાતના તમામ યુવાનો સાથે છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.