સુરતના કતારગામ વિસ્તારમાં એકલતાનો લાભ લઈને 20 વર્ષના નરાધમે 7 વર્ષીય બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

સુરત: સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગૌતમ નગરમાં 20 વર્ષીય પાડોશી યુવાને સાત વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજાર્યો…

સુરત: સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ગૌતમ નગરમાં 20 વર્ષીય પાડોશી યુવાને સાત વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજાર્યો છે. દુષ્કર્મ આચર્યા બાદ ભાગવાની તૈયારી કરતો આ આરોપીને પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરતના કતારગામ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, કતારગામ ઉત્કલ નગર તરફ ગૌતમ નગર વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારમાં પતિ-પત્ની અને એક ૭ વર્ષીય બાળકી છે. પતિ શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. પત્ની ઘર પાસે રહેતો 20 વર્ષીય આરોપી શ્રીકાંત પાંડેના ઘરે સાડીઓ પર લેસ લગાવવાનું કામ કરવા માટે જાય છે.

પત્ની તેમના ઘરે નિયમિત કામ કરવા માટે જતી હતી. શ્રીકાંત પાંડેને તેમનો સમય ખબર હતો. ગુરૂવારના રોજ એટલે કે આવતીકાલે બાળકીના પિતા શાકભાજી વેચવા માટે ગયા હશે અને બાળકીની માતા શ્રીકાંતના ઘરે સાડી ઉપર લગાડવા માટે ગઈ હતી. ત્યારે આરોપી ફાયદો ઉઠાવીને અને કોઈક બહાનું કાઢીને બાળકી ના ઘરે પહોંચી ગયો હતો. ત્યાં આરોપી શ્રીકાંત પાંડેએ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

ત્યાર બાદ આરોપી ફરી પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. બાળકીની માતા જ્યારે તેમના ઘરે ગઈ ત્યારે બાળકી રડતી જોવા મળી હતી. તેમની માતાએ બાળકીને પૂછતા બાળકીએ તમામ હકીકતો જણાવી દીધી હતી. સાંજે જ્યારે શાકભાજી વેચી ને પતિ ઘરે આવે ત્યારે મહિલાએ બળાત્કારની વાત કરી હતી.

આ સમગ્ર ઘટના અંગે રાત્રે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની આ ઘટના અંગેની જાણ થતા આરોપી શ્રીકાંત પાંડે કપડા પેક કરીને ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે જ ત્યારે જ પોલીસે સમય સુચકતા વાપરીને તેમની ધરપકડ કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *