સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે અનેક પરિવારોને પોતાનો એકનો એક દીકરો અથવા તો કોઈ ભાઈને પોતાની બહેન ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે હાલમાં આવી જ એક માર્ગ અકસ્માતની ભયંકર ઘટનાને લઈ હાલમાં સમાચાર સામે આવ્યા છે.
મહુધા-કઠલાલ રોડ પર વડથલ નજીક એક લક્ઝરીના ચાલકે બેફામ રીતે ડ્રાઇવીંગ કરીને એકસાથે 3 ટુ-વ્હીલરને અડફેટે લેતા 2 યુવકના મોત નીપજ્યા હતા. લક્ઝરી બસે એક્ટિવા ચાલક, બાઈક તથા એક બુલેટના ચાલકને અડફેટે લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે કે, જેમાં બુલેટ લઈને જઈ રહેલ યુવક મુકેશભાઈ અરવિંદભાઈ ભોઈનું ઘટનાસ્થળ પર કમકમાટીભર્યુ મોત નીપજ્યું છે.
મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મહુધા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યો છે. જ્યારે એક્ટિવા પર સવાર મહિલાને પગમાં સામાન્ય ઈજાઓ પહોંચી છે. આની ઉપરાંત બાઈક લઈને જતા બીજા મહુધાના યુવક ઈશાન રાકેશભાઈ આજણા પટેલની હાલત ખુબ ગંભીર હોવાનુ જાણવા મળી રહ્યું છે.
જેને સારવાર અર્થે નડિયાદની સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માત લક્ઝરી બસના ચાલક કર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. જો કે, લક્ઝરી ચાલક કોણ છે, તેનો રજીસ્ટર નંબર શું છે તેમજ ઘટના કેવી રીતે બની તે અંગે હજુ કોઈ જાણ થઈ નથી.
ઘટના બનતાની સાથે જ લક્ઝરીનો ચાલક લક્ઝરી લઈને ફરાર થઈ ગયો હોવાનું ત્યાંનાં હાજર લોકોએ જણાવ્યુ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં મોટા વાહનો બેફામ દોડતા હોવા છતાં આંખ આડા કાન કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.