આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થી આવી રહી છે અને આ સાથે જ ગણપતિ દાદાને વધાવવાની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ તૈયારીમાં ગણપતિ દાદાની પ્રિય મીઠાઈ મોદક તમે ઘરે જ બનાવી શકો છો.
ઘરે સ્વાદિષ્ટ મોદક બનાવવાની સામગ્રી : 2 કપ ચોખાનો લોટ,1 ચમચી ખાંડ,2 કપ ગોળ,કોપરાનું છીણ 2 કપ, એલચી પાવડર,1 ચમચી તલનું તેલ
મિશ્રણ તૈયાર કરવાની રીત : પહેલા તો કોપરાની છીણને સહેજ શેકી લો. 2 કપ પાણીમાં ગોળ નાખીને તેને ઉકળવા દો.જ્યારે ગોળ ગાઢ થવા માંડે ત્યારે તેમાં શેકેલુ કોપરાનું છીણ નાંખીને એલચી પાવડર મિક્સ કરી દો. મિશ્રણને ગેસ પરથી ઉતારીને અલગ રાખી દો.
ચોખાના લોટમાં બે કપ ગરમ પાણી નાંખી તેલ અને થોડુંક મીઠું નાંખો અને લોટ વ્યવસ્થિત રીતે બાંધી લો. આ લોટના મધ્યમ સાઈઝના લૂઆ પાડો.તમે ઈચ્છો તો ચણાના લોટથી પણ લોટ બાંધી શકો છો.
ઘરે સ્વાદિષ્ટ મોદક બનાવવાની રીત : લૂઆની વચ્ચે નારિયેળ અને ગોળનું મિશ્રણ ભરીને તેને મોદકનો શેપ આપો.મોદક વળી જાય પછી લોટ ચડી જાય ત્યાં સુધી તેને સ્ટીમ આપો. તૈયાર છે ભગવાન ગણેશ માટે પુરા ભાવથી મોદક.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.