બજારમાં અમેરિકન ચોપ્સી ખૂબ મોંઘા ભાવે મળે છે. જેને બનાવવાની રીત આજે અમે તમને જણાવીશું ઘરે જ એકદમ ઓછા ખર્ચે.
જોવા જઈએ તો અમેરિકન ચોપ્સી ને પૂર્વ અને પશ્ચિમ જગતની બાંધવાની કળા નું સંગમ ગણી શકાય.જ્યારે તે અને તળેલા નુડલ્સ સાથે પીરસવામાં આવે છે ત્યારે તેને પ્રખ્યાત ચાઈનીઝ વાનગી ચાઉમીન ને અનુકૂળ રૂપાંતરણ ગણી શકાય.
ચોકસી મા મૂળભૂત આમ તો લીલા શાકભાજી અને સોસનું સંયોજન હોય છે, જેને કોનફલોર વડે એકદમ ઘટ્ટ કરવામાં આવે છે.તેને જ્યારે કરકરા તળેલા નુડલ્સ ની ઉપર પીરસવામાં આવે છે ત્યારે તે ફરી લહેજતદાર વાનગી બને છે, તે સ્વાદિષ્ટ હોવાની સાથે સંતુષ્ટિનો અહેસાસ પણ કરાવે છે.
અમેરીકન ચોપ્સી તમે એક ફૂલ ભાણાં તરીકે પણ પીરસી શકો છો. તે ખાસ કરીને બાળકોમાં લોકપ્રિય છે. આ ઉપરાંત મોટાઓને પણ આ સંતુષ્ટ વાનગી ખૂબ જ પસંદ આવશે.
બનાવવાની રીત
ક્રિસ્પી નુડલ્સ માટે
1. એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં 2 કપ હક્કા નુડલ્સ કેવી રીતે પાત્રો જેનાથી એક સરખું પણ તૈયાર થઈ જાય. હા કરી નૂડલ્સને બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
2. ક્રમાંક નંબર એક પ્રમાણે વધેલા નૂડલ્સને પણ તળીને સાઈડમાં મુકી રાખો.
ચોપસીના ટોપિંગ માટેની રીત
1. એક ઊંડા બાઉલમાં દોઢ કપ પાણી સાથે કોર્ન ફ્લોર મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો
2.એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપે એક મિનિટ સુધી સાંતળી લો.
3. ત્યાર પછી તેમાં સિમલા મરચાં, કોબીજ અને ગાજર મેળવી મધ્યમ તાપે બેથી ત્રણ મિનિટ સુધી સાંતળો.
4. ત્યારબાદ તેમાં બાફેલા નૂડલ્સ મેળવી મધ્યમ તાપે એક મિનીટ સુધી સાંતળો.
5. ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે ટોમેટો કેચપ તેમજ ચીલીસોસ મેળવી સારી રીતે હલાવી લો. એક મિનિટ સુધી રંધાવા દો.
6. અંતમાં તેમાં કોર્નફ્લોર વાળા પાણીનું મિશ્રણ, વિનેગર, ખાંડ કે સાકર,મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ સુધી જ્યાં સોશ ઘટના ન બને ત્યાં સુધી રંધાવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો.
ત્યારબાદ પીરસતી વખતે કરકરા નૂડલ્સનો એક ભાગ પીરસવાની ડિશમાં રાખો. અને તૈયાર કરેલા ટોપિંગ ને તેના પર પાથરો, અને સર્વ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.