લગ્ન પછી, સામાન્ય રીતે દરેક પુરુષ પિતા બનવાની ઈચ્છા રાખે છે, પરંતુ માત્ર એક ખરાબ આદત જ તેના માટે સમસ્યા બની શકે છે. અમે વાત કરી રહ્યા છીએ મોબાઈલ(Mobile) અને લેપટોપ(Laptop)ના ઉપયોગની. સ્માર્ટફોન દરેક વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. વર્તમાન યુગમાં મોબાઈલથી થોડી ક્ષણોનું અંતર હોય તો પણ લોકો બેચેન થઈ જાય છે. ઘણા લોકો મોડી રાત સુધી ફોન પર સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે અથવા તો વીડિયો જોવાનું પસંદ કરે છે.
મોડી રાત સુધી ફોન કે લેપટોપ ચલાવવાથી નુકસાન:
જો તમે પણ મોડી રાત સુધી ફોન કે લેપટોપનો ઉપયોગ કરો છો, તો હવે આ આદત છોડવાનો સમય આવી ગયો છે. ખરેખર, મોડી રાત્રે ગેજેટ્સનો ઉપયોગ કરવાની આદતને કારણે પુરુષોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એક અભ્યાસ દ્વારા આ વાત સામે આવી છે.
સંશોધનમાં થયા ચોંકાવનારા ખુલાસા:
અમેરિકાના વર્ચ્યુઅલ સ્લીપ મેગેઝિનમાં છપાયેલા અહેવાલ મુજબ ફોન અને લેપટોપમાંથી નીકળતી બ્લુ લાઈટ પુરુષોના સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટી પર ખરાબ અસર કરે છે. પુરૂષની પ્રજનન ક્ષમતા પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે. આ અભ્યાસમાં સંશોધકોએ 116 પુરૂષોના શુક્રાણુના નમૂના લીધા હતા. આ તમામ લોકોની ઉંમર 21 થી 59 વર્ષની વચ્ચે હતી. આ તમામ લોકો ફર્ટિલિટી ઈવેલ્યુએશનમાંથી પસાર થઈ રહ્યા હતા.
પુરૂષની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડે છે:
આ તમામ લોકોને તેમની આદતો અને રોજિંદી જીવનશૈલી વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમના અનુસાર, સંશોધકોએ શોધી કાઢ્યું છે કે સાંજે અને રાત્રે ફોન અને લેપટોપમાંથી વાદળી પ્રકાશ અને નબળી શુક્રાણુ ગુણવત્તા વચ્ચે સંબંધ છે. અભ્યાસ મુજબ ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ ઉપકરણો પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર કરે છે.
મોડી રાત્રે ફોન ન વાપરવાના ફાયદા:
અભ્યાસ મુજબ જે પુરૂષો મોડી રાત સુધી ફોન કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ કરે છે, તે પ્રજનન ક્ષમતાનો દર વધે છે. તે જ સમયે, જે પુરુષો સમયસર ઊંઘે છે અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ઓછો કરે છે, તેમના શુક્રાણુઓની ગુણવત્તા વધુ સારી હોય છે.
ભારતમાં ઘણા પુરુષો પ્રજનન ક્ષમતાથી પરેશાન છે:
અભ્યાસમાં સામે આવ્યું છે કે, ફોનમાંથી નીકળતા રેડિયેશન ડીએનએને નુકસાન પહોંચાડે છે અને કોષો ધીરે ધીરે રિકવર થવાની ક્ષમતા ગુમાવી દે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ભારતમાં 23 ટકા પુરુષો પુરૂષ પ્રજનન ક્ષમતાની સમસ્યાથી પીડાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.