હજારો કરોડની બેંક છેતરપિંડી કરીને દેશ છોડીને ભાગી ગયેલા બિઝનેસમેન વિજય માલ્યા(Vijay Mallya), નીરવ મોદી(Nirav Modi) અને મેહુલ ચોક્સી(Mehul Choksi) પાસેથી અત્યાર સુધીમાં 18,000 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર(Central Government) દ્વારા બુધવારે સુપ્રીમ કોર્ટને આ માહિતી આપવામાં આવી હતી. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) સંબંધિત સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં 67,000 કરોડ કેસ પેન્ડિંગ છે. જસ્ટિસ એએમ ખાનવિલકર(AM Khanwilkar), જસ્ટિસ દિનેશ મહેશ્વરી(Dinesh Maheshwari) અને સીટી રવિ કુમાર(Ravi Kumar)ની બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે.
સુપ્રીમ કોર્ટ PMLA હેઠળ જપ્તી, તપાસ અને જોડાણ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ને ઉપલબ્ધ વિશાળ શ્રેણીની સત્તાઓને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે. કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને મુકુલ રોહતગી સહિત કેટલાક વરિષ્ઠ વકીલોએ SC સમક્ષ તાજેતરના PMLA સુધારાના સંભવિત દુરુપયોગથી સંબંધિત વિવિધ પાસાઓ પર દલીલો કરી છે.
સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, આજની તારીખ સુધીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ 4,700 કેસની તપાસ કરી રહ્યું છે. 2002માં PMLA અમલમાં આવ્યા બાદ આ ગુનાઓમાં માત્ર 313 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ (2016-17 થી 2020-21) દરમિયાન આવા ગુનાઓ માટે 33 લાખ FIR નોંધવામાં આવી હતી પરંતુ PMLA હેઠળ તપાસ માટે માત્ર 2,086 કેસ લેવામાં આવ્યા હતા. જોકે, તે અન્ય દેશોની તુલનામાં ખૂબ જ ઓછું છે. બ્રિટનમાં 7900, અમેરિકામાં 1532, ચીનમાં 4691, ઓસ્ટ્રિયામાં 1036, હોંગકોંગમાં 1823, બેલ્જિયમમાં 1862 અને રશિયામાં 2764 મની લોન્ડરિંગ એક્ટ હેઠળ વાર્ષિક નોંધણી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.