દેશમાં કોરોનાવાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે.ભારતમાં કોરોનાથી 67 હજારથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 2200 થી વધારે લોકોનો અત્યાર સુધી મૃત્યુ થઈ ચૂક્યું છે.આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સ માધ્યમથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી.આ બેઠકમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. મમતા બેનરજીનો કેન્દ્ર પર કોરોનાના બહાને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.સુત્રોએ જણાવ્યું કે મમતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર બધું પહેલાં જ નક્કી કરી લે છે ત્યારે તો અમને પુછવામાં પણ નથી આવતું. મમતાએ આ દરમ્યાન કેન્દ્ર પર ભેદભાવ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું છે કે બેઠકમાં pm મોદીએ મુખ્યમંત્રી અને કહ્યું કે અમારા પ્રયાસ એ છે કે જે લોકો જ્યાં છે ત્યાં જ રહે પરંતુ મનુષ્યનું મન છે અને આપણે કેટલાક નિર્ણય બદલવા પણ પડ્યા. રાજ્ય મળીને કામ કરી રહ્યા છે. કેબિનેટ સચિવ રાજ્યોના સચિવ સાથે સતત સંપર્કમાં છે. વધારે ધ્યાન આપે અને સક્રિયતા વધારે. પીએમે કહ્યું કે સંતુલિત રણનીતિ થી આગળ વધવું અને આપણી પાસે લક્ષ્ય શું છે અને તેના રસ્તાઓ ક્યાં છે તેના પર કામ કરે. તમારા વિચારો ઉપર પણ કામ કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ કહ્યું ભારત આ સંકટમાંથી પોતાની જાતને બચાવવા માટે ખૂબ સફળ રહ્યો છે. રાજ્યોએ પોતાની જવાબદારી સમજી છે. જો lockdown માં છૂટછાટ આપવામાં આવશે તો સંકટ વધારે વધશે. ગામડાઓ સુધી આ સંકટ ન પહોંચે એ લક્ષ્ય હજુ પણ છે. તમે લોકો આર્થિક વિષયો ઉપર તમારા વિચારો રજુ કરો.
છેલ્લા ૨૪ કલાકમાં 97 લોકો કોરોનાવાયરસના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. આ બીમારીથી અત્યાર સુધી 22917 લોકો સાજા થઇ ચુક્યા છે. કોરોના સંક્રમણ ફેલાવાથી રોકવા માટે દેશમાં lockdown લગાડવામાં આવ્યું છે. જે 17મી મે સુધી ચાલુ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news