યુક્રેનમાં 22 વર્ષના યુવકે 79 વર્ષની ગઢી બા સાથે લગ્ન કર્યાં હોવાનો ચોંકાવનારી ઘટના બની છે. આઘાતજનક વાત એ છે કે, આ ગઢી બા સગપણમાં તેની દાદી થાય છે અને યુવકે લશ્કરમાં ભરતી થવું ન પડે તે માટે પોતાની દાદી સાથે લગ્ન કર્યા હતાં. તેવી વાતો સામે આવી છે.
યૂક્રેનનાં વિન્નિત્સા નામના શહેરમાં રહેતા 24 વર્ષના એલેક્ઝેંડર કોંડ્રાટ્યૂકે બે વર્ષ પહેલાં ગઢી દાદી સાથે લગ્ન કર્યાં હતાં અને તેમની ઉંમર અત્યારે 81 વર્ષ છે. યૂક્રેનમાં 18 વર્ષથી 26 વર્ષના યુવકોએ લશ્કરમાં ફરજિયાત સેવા આપવી પડે છે અને દરેક યુવકે એક વર્ષ લશ્કરમાં કામ કરવું જરૂરી હોય છે.
એલેક્ઝેંડર લશ્કરમાં ભરતી થવા ઈચ્છતો ન હતો તેથી તેણે પોતાની દાદી સાથે લગ્ન કરી લીધાં. 2017માં તેને લશ્કરમાં ભરતી થવા માટે પત્ર મળ્યો હતો. કાયદાકીય જોગવાઈ પ્રમાણે, વ્યક્તિ પર કોઈ વ્યક્તિને સંભાળવાની જવાબદારી હોય તો તેને લશ્કરમાં ભરતી થવામાંથી છૂટ મળી શકે.
એલેક્ઝેંડરે પોતાની પિતરાઈ બહેન એટલે કે ફોઈની દીકરીની દાદી જિનાઈડા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. તે સમયે યુવક 22 વર્ષનો અને દાદી 79 વર્ષના હતા. પોલીસને પહેલાં તો છેતરપિંડીની શંકા ગઈ પણ આ મામલે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે યુવકે ખરેખર લગ્ન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.