વારંવાર એવા કિસ્સાઓ સામે આવ્યા રાખે છે જ્યાં ડિગ્રીવિનાના મુન્નાભાઈઓ પર સ્વાસ્થ્ય વિભાગ તવાઈ બોલાવે છે. પણ હવે એક ડિગ્રીધારી ડૉક્ટરનો કારનામો સામે આવ્યો છે. જેણે પ્રકૃતિના નિયમને જ બદલી નાખ્યો. એક છોકરાની ડૉક્ટરે એવી રિપોર્ટ બતાવી જેનાથી તે છોકરો છે કે છોકરી તેની વિમાસણમાં મુકાઈ ગયો હતો.
માથુ ખંજવાળવા પર મજબૂર કરી દેતી આ ઘટના મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાની છે. જ્યાં વારંવાર તાવ આવતા સ્થાનિક યુવક પેથલોજી સેન્ટર પર ટાયફોડની તપાસ કરવા માટે પહોંચ્યો હતો. રાત્રે જ્યારે યુવક રિપોર્ટ લેવા માટે પેથોલોજી લેબ પર પહોંચ્યો તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
રિપોર્ટ પ્રમાણે યુવકને ગર્ભવતા.. (ગર્ભવતી) દેખાડવામાં આવ્યો હતો. આ યુવકનું નામ સુરેશ છે. મીડિયામાં આવેલી ખબરોની માનવામાં આવે તો ભિંડ જિલ્લામાં તાવ આવવાના કારણે તેને ટાયફોડ હોવાનો રિપોર્ટ કાઢ્યો હતો, પણ રિપોર્ટમાં જે આવ્યું તેનાથી તેના ભવા ઉંચકાય ગયા.
આ રિપોર્ટ લઈ યુવક ડૉક્ટર વી કે વર્મા પાસે પહોંચ્યો હતો. ડૉક્ટરે આ પ્રેગનન્સી રિપોર્ટ જોઈ કહ્યું હતું કે, આવું કંઈ નથી. જેથી સુરેશના માથેથી સમસ્યા ટળી હતી. સાથે જ અન્ય લેબોરેટરીમાં તપાસ કરવા માટેની સલાહ આપી હતી. જે પછી ડૉ વર્મા પોતાનું ક્લીનીક બંધ કરી ફરાર થઈ ગયો હતો.
ખોટી રિપોર્ટ આપવાના કારણે સ્વાસ્થ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું અને પેથોલોજી લેબોરેટરી પર છાપો માર્યો હતો. સ્વાસ્થ્ય વિભાગે શ્યામ પેથોલોજી સિવાય જીવન રક્ષક પેથોલોજી અને બીઆરએસ પેથોલોજીને પણ સીલ કરી હતી. સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે, કાર્યવાહી રજીસ્ટ્રેશન વિના ચાલી રહેલી પેથોલોજી લેબોરેટરીઓ પર કરવામાં આવી છે. ખોટી રિપોર્ટ દેવાના મામલામાં આગળ કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.