સામાન્ય રીતે લોકો સોનાનું સ્મગલિંગ કરવા કઈ પણ તરકીબ આજ્મવા તૈયાર છે. આવા કામ કરનારને દર ખાલી એ વાત નો રહે છે કે તે વ્યક્તિ પકડાઈ ના જાય. એટલે વસ્તુઓની સ્મગલિંગ કરવા નવા-નવા ઉપાયો શોધે છે. અને આવી જ એક ઘટના સામે આવી જે જેમાં આ વ્યક્તિએ જે કામ કર્યું છે તે તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહિ હશે.
કેરળના કોચી એરપોર્ટ પર સોનાના સ્મગલિંગનો એવો ઉપાય એક વ્યક્તિએ શોધી નાખ્યો હતો,જે જોઇને દરેક વ્યક્તિઓ ચોંકી ગયા છે. સાથે-સાથે આ સોનાના સ્મગલિંગનો એવો ઉપાય જોઇને કસ્ટમના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા અને લોકો આશ્ચર્ય વ્યક્ત કરે કે હસે તે કોઈને ખબર પડતી નહોતી. કસ્ટમના અધિકારીઓએ એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે, જે તેના માથાના વિગની અંદર એક કિલો સોનું છૂપાવીને લઈ જઈ રહ્યો હતો.
હવે તમને વિચાર આવશે કે કોઈ વ્યક્તિ માથમાં 1 કિલો સોનું કેવી રોતે લઇ જઈ શકે છે. અને એ પણ તેના માથમાં રહેલી વિગમાં છુપાવીને. હવે આ વ્યક્તિની વિચારધારા કેવી હશે તે આ ઘટના જોઇને આપણને ખ્યાલ આવે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મલપ્પુરમમાં રહેનારો નૌશાદ જ્યારે એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેની વાળની સ્ટાઇલ જોઇને કસ્ટમના અધિકારીઓને શક ગયો હતો. ત્યાર બાદ જ્યારે કસ્ટમના અધિકારીઓએ તેની તપાસ કરી તો તેની વિગમાંથી એક કિલો સોનું પોલીસ અને કસ્ટમના અધિકારીઓએ શોધી કાઢ્યું હતું અને નૌશાદની ધરપકડ કરી લેવામાં આવી હતી.
નૌશાદ શારજહાંથી પાછો ફરી રહ્યો હતો. સોનાના સ્મગલિંગ કરવા માટે તેણે જે ઉપાય અપનાવ્યો તે આજ સુધી કસ્ટમના અધિકારીઓએ પણ જોયો નહોતો. નૌશાદે પોતાના માથાના વચ્ચેના ભાગને શેવ કરી દીધો હતો અને તે જગ્યાએ 1 કિલો સોનું છૂપાવી દીધું હતું અને વિગ બનાવી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.