એક ટ્રક ડ્રાઈવર પર એક મહિલાની હત્યા અને બે લોકોને ગંભીર રીતે ઘાયલ કરવાનો આરોપ લાગ્યો છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ટ્રક ડ્રાઈવર શરુ ગાડીએ શરીરક સુખ માણી રહ્યો હતો. વધારેમાં જણાવતા કહ્યું હતું કે, ડ્રાઈવર શરુ ગાડીએ ઓરલ શેકસ માણી રહ્યો હતો આ દરમિયાન ટ્રક ડ્રાઈવરનો ભયંકર અકસ્માત થયો હતો. શરુ ગાડીએ દારૂના નશામાં પણ હતો.
આ અકસ્માતમાં 35 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું અને તેની સાથે બેઠેલા બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રકે રોડની સાઈડની પટ્ટીને ટક્કર મારી હતી અને ચારેબાજુ અફર તફરી મચી હતી. પોલીસે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આરોપી ટ્રક ડ્રાઈવર એલિક્સ મોરિન્હો સામે હત્યા અને નશામાં ડ્રાઇવિંગનો કેસ નોંધીને તેને જેલમાં મોકલી આપ્યો છે.
આ ઘટના બાદ લોકોમાં રોષનું વાતાવરણ છે અને લોકો આરોપીઓ સામે કડક સજાની માંગ કરી રહ્યા છે. કોર્ટમાં પોલીસે રજૂ કરેલા દસ્તાવેજો મુજબ ટ્રક ડ્રાઇવર અગાઉ એક વેશ્યા સાથે નશો કરેલી હાલતમાં પબ પાસે ગયો હતો. જ્યાં તેને અંદર જવાની મંજૂરી નહોતી. ત્યાંથી તે ગુસ્સામાં બહાર આવ્યો અને તે પછી સીધો પાર્કિંગ તરફ ગયો હતો.
તે પાર્કિંગમાં ઉભેલા કરેલી ટ્રકમાં જઈને બેઠો. તે ત્યાં થોડો સમય બેસી રહ્યો અને પછી અચાનક તેણે ટ્રકને શરુ કર્યો અને આમતેમ ફેરવવા લાગ્યો. આ દરમિયાન તે એટલો નશામાં હતો કે, તેને કંઈપણ દેખાતું નહોતું. ત્યારપછી ટ્રકને એટલી સ્પીડમાં રીવર્સ લીધો કે, ત્યાં હાજર રહેલા લોકોને ત્યાંથી બચવાનો સમય જ ન રહ્યો અને ભયંકર અક્સ્માત સર્જાયો.
રિપોર્ટ અનુસાર પોલીસે કહ્યું કે, દારૂ સિવાય આરોપીઓ ખુલ્લામાં કોકેઇનનો પણ ઉપયોગ કરતા હતા, જે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. જ્યારે ટ્રક ડ્રાઈવર ટ્રકને પાર્કિંગ માંથી બહાર કાઢી રહ્યો હતો ત્યારે ટ્રકની સ્પીડ 45 કિલોમીટરની હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, તે દરમિયાન તેણે મહિલા સાથે ઓરલ સેક્સ પણ કર્યું હતું. મહિલા અને ટ્રકચાલક એટલા નશામાં હતા કે તેમને ટ્રકની ગતિનો ખ્યાલ પણ ન હતો અને આ અકસ્માત સર્જાયો હતો. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે તેઓએ ટ્રક ચાલકને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કોઈની વાત સાંભળી નહીં. આ અકસ્માત થયો ત્યારે ઘણા લોકો પબમાં બેઠા હતા અને આનાથી પણ મોટો અકસ્માત થઈ શકતો હતો.
હાલમાં ટ્રક ડ્રાઈવર જેલના સળિયા પાછળ છે. પરંતુ આ ઘટનાથી લોકોના મનમાં ભય પેદા થયો છે. મરી ગયેલી મહિલાની ઉંમર 35 વર્ષની હોવાનું કહેવાય છે. પોલીસે તેનો મૃતદેહ કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તેના પરિવારના સભ્યોની શોધખોળ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.