TikTokનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ઘણી અજીબ છે અને આને સાંભળ્યા બાદ આપ વિચારશો કે શું આવુ પણ કોઈ કરી શકે છે. ટિકટૉક વીડિયો બનાવવા માટે જો આપને કોઈ ના પાડે તો શુ તમે તેને ગોળી મારી દેશો? આવુ હકીકતમાં થયુ છે. દિલ્હીના એક જિમ માલિકને માત્ર એટલા માટે ગોળી મારવામાં આવી કેમ કે તેણે તેના એક એમ્પલોયને જિમમાં ટિકટૉક વીડિયો બનાવવાની ના પાડી હતી.
આ ઘટના નોર્થ દિલ્હીના સિવિલ લાયસન્સ વિસ્તારની છે. આ વિસ્તારમાં ગુરુવારે સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ લલિત નામના એક આરોપીએ પોતાના જીમની બહાર ઉભેલા રાહુલ ગુપ્તાને ગોળી મારી દીધી. ગોળી રાહુલ ગુપ્તાને કમરમાં વાગી અને તે એક દુકાનની સાઈડમાં જઈને પોતાનો બચાવ કર્યો એટલામાં આરોપી લલિત અને તેની સાથે સ્કુટી પર આવેલી એક વ્યક્તિ ભાગી ગઈ.
રાહુલ ગુપ્તાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોએ ગોળી કાઢીને કહ્યુ કે તે જોખમથી બહાર છે. પોલીસે તપાસ શરૂ કરી અને જીમની બહાર લાગેલા CCTV કેમેરાના રેકોર્ડિંગ જોયા તો તેમાં જોવા મળ્યુ કે બે યુવકો હેલ્મેટ પહેરીને સ્કુટી પર આવ્યા, પાછળ બેસેલી વ્યક્તિએ ગોળી મારી અને તેઓ ભાગી ગયા. શોધખોળ બાદ પોલીસે લલિતની ધરપકડ કરી અને તેણે તેનો ગુનો કબૂલ્યો છે.