પત્નીને ઘરે આવવામાં થયું 10 મિનિટ મોડું, અને પતિએ કર્યું ન કરવાનું કામ… વાંચો હકીકત

Published on: 4:08 am, Wed, 30 January 19

થોડા અઠવાડિયા અગાઉજ કેન્દ્રની મોદી સરકારે ટ્રિપલ તલાક બિલ પસાર કરીને મુસ્લિમ મહિલાઓને રક્ષણ આપ્યું. જેની વાહવાહી તો ખૂબ થઈ રહી છે પરંતુ તેનું અનુકરણ હજુ થવા પામ્યું નથી. તેવો એક કિસ્સો ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં સામે આવ્યો છે. એક મુસ્લિમ સ્ત્રીએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેને ફોન પર ત્રણ તલાક આપી દીધા છે. જેનું કારણ તે ઘરે સમયસર ન પહોંચી તેવું બતાવવામાં આવ્યું છે.

પીડિતાએ ANI ની સાથે વાત કરતા જણાવ્યું કે તે તેના પતિ ને 30 મિનિટમાં ઘરે પાછી આવી જશે. તેવું વચન આપીને ગઈ હતી. પરંતુ તે 30 મિનિટમાં ઘરે પહોંચતા તેને તુરંત છૂટાછેડા આપી દેવામાં આવ્યા છે. વધુમાં જણાવે છે કે તે તેની માતા ના ઘરે તેની બીમાર અંતર પૂછવા ગઈ હતી. તેના પતિએ તેને કહ્યું હતું કે તું અડધી કલાકમાં પરત આવી જશે પરંતુ તે પરત આવવા માં દસ મિનિટ મોડી થઈ ગઈ આથી તેના પતિએ તેને ફોન કરીને કહ્યું કે તલાક… તલાક… તલાક… અને હું તેના આ નિર્ણયથી ચોંકી ગઈ છું. મારા પતિ એ મારા ભાઈના ફોન પર ફોન કરીને મને તલાક આપ્યા છે.

પીડિતાએ સાથે-સાથે આરોપ પણ લગાવ્યો છે કે તેના સાસરા પક્ષ તરફથી તેને સતત મારવામાં આવતી હતી અને તેમની માગણીઓ ન પૂરા કરવા બદલ ત્રાસ પણ આપવામાં આવતો હતો. હું જ્યારે ઘરે હોવ ત્યારે તેઓ મને મારતા હતા અને તેઓએ એકવાર મારુ abortion પણ કરાવેલું છે. મારો પરિવાર ઘણો ગરીબ હતો તેથી તેઓ મારા પતિના પરિવારને દહેજ આપી શક્યા નથી.

પીડિતાએ સરકાર પાસે પણ આ બાબતે મદદ માંગી છે અને સાથે સાથે એવું પણ કહ્યું છે કે જો સરકાર પોતાની જવાબદારી પૂર્ણ નહીં કરે તો હું આપઘાત કરી લઇશ.

એટા ના Aliganj વિસ્તારના અધિકારી અજય ભદોરીયા કે જેઓ આ બાબતે તપાસ કરી રહ્યા છે. તેમણે આ ઘટના બાબતે કહ્યું છે કે અમે આ બાબતે તપાસ કરી રહ્યા છે અને જલ્દીથી અમે સમસ્યાનું સમાધાન શોધી લઈશું. અત્રે ઉલ્લેખનીય છે કે 27 ડિસેમ્બરે લોકસભામાં પસાર થયું. તેમાં ટ્રિપલ તલાક આપણાર પતિને ત્રણ વર્ષની જેલ ની સજાની જોગવાઈ કરવામાં આવેલ છે.