વાયરલ(Viral): આજના સમયમાં, મુશ્કેલ અને લાંબી મુસાફરી ઓછા સમયમાં કરી શકાય છે, જેના માટે મોટાભાગના લોકો મેટ્રો ટ્રેન(Metro train)નો સહારો લે છે. મેટ્રોમાં મુસાફરી કરતા લોકો જાણે છે કે તેની સ્પીડ કેટલી ઝડપી હોય છે, જે તમને થોડી જ વારમાં તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચાડી દે છે. ઉલ્લેખનીય છે કે, મુસાફરી દરમિયાન મેટ્રોના દરવાજા પણ સખત રીતે બંધ કરવામાં આવે છે, જેથી મુસાફરી સુરક્ષિત અને આરામદાયક બની શકે. મહત્વનું છે કે, મુસાફરી દરમિયાન મેટ્રો ટ્રેનના દરવાજા ખોલી શકાતા નથી, પરંતુ હાલમાં જ વાયરલ થયેલા આ વિડીયો(Viral video)માં એક વ્યક્તિ દરવાજો ખોલીને ચાલતી મેટ્રોમાંથી બહાર કૂદી(Man jump from metro video) જાય છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. જો કે આ વિડીયો જૂનો છે, પરંતુ ઈન્ટરનેટની દુનિયામાં આ વિડીયોએ ધૂમ મચાવી છે.
Physics is fun. pic.twitter.com/qi5WHOjyl2
— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) January 21, 2023
ભારતમાં મેટ્રોમાં મુસાફરી કરતા લોકોએ ચેતવણી સાંભળી હશે કે તેઓ દરવાજાથી દૂર ઉભા રહે અને તેમના પર હાથ ન મૂકે. આ સિવાય ચાલતી મેટ્રોમાં દરવાજો ખોલવાની કોશિશ પણ ન કરો, પરંતુ હાલમાં જ આ વાયરલ વિડીયોમાં કંઈક બીજું જ જોવા મળી રહ્યું છે. વિડીયોમાં એક વ્યક્તિ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે અચાનક જ દરવાજો ખોલવા લાગે છે અને દરવાજો ખુલતાની સાથે જ તે શરુ મેટ્રોમાંથી પ્લેટફોર્મ પર કૂદી પડે છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક વ્યક્તિ મેટ્રોની અંદર ઉભો છે. આ દરમિયાન તે અચાનક પોતાના બંને હાથની મદદથી દરવાજો ખોલવાની કોશિશ કરવા લાગે છે અને ઘણા પ્રયત્નો પછી દરવાજો ખુલે છે, ત્યારે તે વ્યક્તિ ચાલતી મેટ્રોમાંથી કૂદી પડે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, ચાલતી મેટ્રોમાંથી કૂદવાનું શું પરિણામ મળે છે. વિડીયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હશે.
આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @HowThingsWork_ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 8 મિલિયનથી વધુ લોકો જોઈ ચુક્યા છે, જ્યારે 187.2K લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે. વિડીયોજોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.