એ વતન તેરે લિયે…માં ભોમની રક્ષા કાજે શહીદ થયા અમરેલીના સિંહ જવાન- શ્રદ્ધાંજલિ આપવા સેંકડો લોકો ઉમટી પડ્યા

ગુજરાત(Gujarat): અમરેલી(Amreli)ના માં ભોમની રક્ષા કાજે શહીદ થયેલા સિંહ જવાન મનિષ મહેતા(Manish Mehta)નો પાર્થિવ દેહ તેમના ગામ લાવવામાં આવ્યો ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા સેંકડો લોકો…

ગુજરાત(Gujarat): અમરેલી(Amreli)ના માં ભોમની રક્ષા કાજે શહીદ થયેલા સિંહ જવાન મનિષ મહેતા(Manish Mehta)નો પાર્થિવ દેહ તેમના ગામ લાવવામાં આવ્યો ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. રાજકીય સન્માન સાથે શહીદ  જવાન મનિષ મહેતાને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન શહીદ વીર જવાન મનિષ મહેતાને રાજકીય નેતાઓ દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મહત્વનું છે કે, આસામ બોર્ડર પર ફરજ બજાવતા સમયે મનિષ મહેતા સાથી જવાનો સાથે રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે તેમને એક ગોઝારો અકસ્માત નડ્યો હતો. મનિષ મહેતાની સાથે કુલ 5 જવાનો આ અકસ્માતમાં શહીદ થયા હતા.

જણાવી દઈએ કે, અમરેલીના અમરાપુર ગામના વતની મનિષ મહેતા હાલ અમરેલીના હનુમાન રોડ પર રહેતા હતા. શહીદ વીર જવાન મનિષ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા. તેઓ ગયા મહિને એટલે કે, 16 ડિસેમ્બરના રોજ પોતાની રજાઓ પતાવીને આસામ પાછા ગયા હતા. પરંતુ જ્યારે જવાનો યુદ્ધાભ્યાસ માટે જલપાઈ ગુડીથી રેલ માર્ગે રાજસ્થાન આવી રહ્યા હતા ત્યારે સર્જાયેલા અકસ્માતમાં મનિષ મહેતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આસામ બોર્ડરથી 4000 જેટલા આર્મી જવાનો સાથે શહીદ વીર મનિષ મહેતા રાજસ્થાનના પોખરણ યુદ્ધાભ્યાસ માટે આવી રહ્યા હતા અને ત્યારે રેલવેમાં તેમના સાધનો પણ લાવવામાં આવી રહ્યા હતા. આ સમય દરમિયાન મનિષ મહેતા અને તેમના સાથી જવાનો ટેંકમાંથી પાણી લાવવા માટે ગયા હતા, આ સમય દરમિયાન રેલવેનો હાઈ વોલ્ટેજ વાયર ટેંકના સંપર્કમાં હોવાને કારણે અકસ્માતે મનિષ મહેતા સહિત પાંચ જવાનો શહીદ થયા હતા.

મનિષ મહેતા બાળપણથી જ દેશ માટે કઈ કરવું છે તેવી રૂચિ ધરાવતા હતા. જો વાત કરવામાં આવે તો અમરેલીના શહીદ મનિષ મહેતા 16 વર્ષથી માં ભોમ કાજે દેશ સેવા કરી રહ્યા છે, તેમણે દેશ સેવાની કામગીરીમાં અલગ-અલગ બોર્ડર પર ફરજ બજાવી છે. શહીદ જવાન મનિષ મહેતા બાળપણથી જ દેશ સેવાનું સપનું જોતા હતા.

મનિષ મહેતાના પરિવારમાં એક બહેન અને ત્રણ ભાઈઓ છે. દેશ માટે કઈ કરવું છે તેવી દેશદાઝ ધરાવતા મનિષ મહેતા શહીદ થતા લોકોની આંખો ભરાઈ આવી હતી. આ દરમિયાન વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

શહીદ જવાન મનિષ મહેતાએ ભાવનગરમાં લગ્ન કર્યા હતા અને તેમના બે સંતાનો છે. મનિષ મહેતા શહીદ થતા તેમના પત્ની વિધવા થયા છે અને તેમના બે બાળકો છે તેણે પિતાની છત્રછાયા ગુમાવી છે. મનિષ મહેતા શહીદ થતા તેમના પાર્થિવ દેહને જ્યારે તેમના વતન અમરેલીમાં ઘરે લાવવામાં આવ્યો ત્યારે તેમને શ્રદ્ધાંજલી આપવા માટે હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *