આજકાલ અવારનવાર મોતની ઘટના બની રહી છે. ત્યારે જાણવા મળ્યું છે કે, એક યુવકે પોતાની જ પત્નીને મારી ભઠ્ઠામાં રાંધીને ખાય ગયો હતો. આ સાંભળ્યા પછી તમને વિશ્વાસ નહિ આવે કે, કોઈ યુવક પોતાની જ પત્ની સાથે આવું કેમ કરી શકે છે. પરંતુ હા આ વાત એકદમ સાચી છે. આ ઘટના 5 વર્ષ બાદ બધાને જાણવા મળી હતી. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, આ યુવક કોઈ બીજી મહિલાના પ્રેમમાં પડ્યો હતો. પ્રેમમાં પડેલ યુવતી સાથે તે લગ્ન કરવા માંગી રહ્યો હતો. તેથી તેને તેની પત્નીને મારી પચાવી નાખી હતી. ત્યાર બાદ તેને બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.
મળતી માહિતી અનુસાર હત્યા બાદ પત્નીના શરીરના ટુકડે ટુકડા કરીને અંગોને ભઠ્ઠામાં રાંધ્યા હતા અને રાંધેલ શરીરના ટુકડા પચાવી ગયો હતો. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, આ બધું પોલીસને તેની વિરુદ્ધ કોઈ ખાસ પુરાવા ન મળે અને તેની બીજી પત્ની સાથે આરામથી રહી શકે તે માટે તેને આ કામ કર્યું હતું. જયારે આ હૃદય કંપાવતી ઘટના બ્રાઝિલની હોવાનું કહેવાય રહ્યું છે. આ યુવકનું નામ મૌરો સંપિએટ્રી છે. જેને પોતાની પત્નીને મારીને આ હૃદય કંપાવતી ઘટનાને અંજામ આપ્યો હતો. જયારે મૌરો સંપિએટ્રી 59 વર્ષીય હોવાનું કહેવાય રહ્યું છે.
વધુમાં જાણવા મળ્યું છે કે, પતિ પત્નીના સંબંધમાં કોઈપણ સમસ્યા ન હતી. પરંતુ મૌરો સંપિએટ્રીના જીવનમાં કોઈ બીજી યુવતી આવવાના કારણે મૌરો સંપિએટ્રીને તેની પહેલી પત્ની ખટકવા લાગી હતી. તેને બીજી યુવતી સાથે લગ્ન કરવા હતા જેના કારણે તેને પોતાની પત્નીને મારી ભઠ્ઠામાં રાંધી પચાવી ગયો હતો. જેથી પોલીસને આ બાબતે કોઈ જાણ ન થાય. જયારે પત્ની ગુમ થવાના કારણે પોલીસ તપાસ પર તેના ઘરની આજુબાજુ થોડા અવશેષો પણ મળી આવ્યા હતા. જેને ધ્યાનમાં લઈને મૌરો સંપિઅટ્રીની પોલીસે ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટનાને જાન્યુઆરી મહિનામાં 2017મા અંજામ અપાયો હતો. જયારે પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલ મૌરો સંપિઅટ્રી જેલમાંથી ફરાર થયો છે. આ ગુના અંગે તેને 21 વર્ષ સુધીની કઠીન જેલની સજા આપવામાં આવી છે. તેને જેલથી ભાગવા પાછળનું કારણ બીજા લગ્ન કરવાનું હતું. એકવાર જયારે તે તેની બીજી પત્નીને ઓફિસથી લેવા લઇ રહ્યો હતો તે દરમિયાન પોલીસે તેને પકડાયો હતો. જયારે મળતી માહિતી અનુસાર લગભગ 5 વર્ષ બાદ તેને બ્રાઝિલિયન રાજ્ય મોટો ગ્રાસો ડો સુલુના કોરુમ્બામાં પોલીસે ફરી એકવાર ઝડપી પડ્યો છે.
બીજી પત્નીને લેવા ગયેલ મૌરો સંપિઅટ્રીને જયારે ટ્રાફિક પોલીસે પકડ્યો ત્યારે તેને ઇટાલિયન શખ્સના રૂપમાં પોતાની ઓળખ બતાવી હતી. પરંતુ તેની પાસે કોઈપણ ID પ્રૂફ ન હોવાના કારણે પોલીસ તેને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી. આ દરમિયાન ગાડીની નંબર પ્લેટ, નામ, રજીસ્ટ્રેશન, ફોટો અને એડ્રેસ બધુ જ હતું જેથી તેની સાચી ઓળખ પોલીસને મળી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.