દિલ્હી પોલીસે (Delhi Police) સદર બજારમાં હત્યાના એક કેસમાં સનસનાટીપૂર્ણ ખુલાસો કરતા એક આરોપીની ધરપકડ કરી છે. હત્યાની આ ઘટના 8 જૂનની રાતની છે જ્યારે એક વ્યક્તિને છરીઓના આડેધડ ઘા જીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આરોપીના કબજામાંથી છરી પણ કબજે કરી છે. તપાસમાં આરોપીએ ખુલાસો કર્યો હતો કે કૃણાલ સાથે તેની વર્ષો જૂની મિત્રતા હતી. જ્યારે રોબિન જેલમાં હતો ત્યારે તે દરમિયાન તેના રોબિનની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો હતા અને બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.
જે બાદ રોબિને કુણાલને મારવાનું નક્કી કર્યું અને 8મી જૂનની રાત્રે રોબિન તેની બહેનના ઘરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે, કુણાલ તેની પત્ની રીના સાથે ક્યાંક જતો હતો, અને ત્યારે જ તેના મિત્ર રોબીને તેને છરીના આડેધડ ઘા મારી ત્યાંથી ભાગી ગયો હતો. વાસ્તવમાં, 8 જૂનની રાત્રે, સદર બજાર વિસ્તારમાં, પોલીસને સમાચાર મળ્યા હતા કે એક વ્યક્તિને છરીના ઘા મારવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલને લેડી હાર્ડિંજ હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં તેનું મોત થયું.
મૃતકની ઓળખ કુણાલ તરીકે થઈ છે. જ્યારે હત્યા થઈ ત્યારે કુણાલ એક યુવતી સાથે ક્યાંક જઈ રહ્યો હતો. યુવતી રીના (નામ બદલેલ છે) કુણાલ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું કે હત્યા કરનાર અન્ય કોઈ નહીં પણ તેનો પતિ રોબિન હતો.
આ સમગ્ર મામલે ઉત્તર દિલ્હી પોલીસના જિલ્લા સાગર સિંહ કલસીએ જણાવ્યું કે આ મામલે એક ટીમ બનાવવામાં આવી છે. પ્રજ્ઞા આનંદ એસીપી સદર બજાર અને કન્હૈયા લાલ યાદવ એસએચઓ સદર બજારની આગેવાની હેઠળ આ હત્યાની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, પોલીસે અનેક દરોડા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા રોબિનને શોધવાનું શરૂ કર્યું. પોલીસ અધિકારીઓ રોબિનની શોધમાં આનંદ પર્વત, સરાય રોહિલા, ચંચલ પાર્ક, રઘુબીર નગર, બહાદુરગઢ, નાંગલોઈના તમામ વિસ્તારોમાં ગયા અને અંતે રોબિનને તીસ હજારીમાંથી પકડવામાં આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.