ખુશીના મેળામાં મોતનો માતમ- પતિએ પત્નીના પ્રેમીને ઉપરાછાપરી છરીના ઘા મારી પતાવી દીધો

Ahmedabad (અમદાવાદ): ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદ શહેરના સાણંદના મોડસર ગામે મેળામાં એક વ્યક્તિની  હત્યા કરવામાં આવી છે. એક વ્યક્તિએ અન્ય વ્યક્તિ પર છરીના ઘા માર્યા હતા. ઘટના સર્જાયા બાદ ત્યાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, ત્યાર બાદ ઘાયલ વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે આ ઘાયલ વ્યક્તિને  મૃત જાહેર કર્યો હતો.

મળેલી માહિતી અનુસાર મૃત્યુ પામેલા શખસનું નામ જીજ્ઞેશ સોલંકી છે અને તે પીપણ ગામનો રહેવાસી છે. જયારે હુમલો કરનાર વ્યક્તિનું નામ દીપક મકવાણા છે અને તે બાવળાનો હોવાનું બહાર આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આરોપીની પત્ની સાથે મૃતકના આડા સંબંધ હોવાની આશંકા રાખીને આ હત્યા કરવામાં આવી છે.

આરોપી દીપક મકવાણાને શંકા હતી કે મોડાસર ગામના મેળામા બન્ને પ્રેમી મુલાકાત કરશે તેથી તેવોચ રાખી હતી. મોડાસર ગામના મેળામા બંને પ્રેમી વચ્ચે મુલાકાત થઇ હતી અને ત્યાર બાદ પત્નીના પ્રેમીને છરીના ઘા મારી દીપકે હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી દીપકે પોતાના પરિવારને સમગ્ર બનાવની જાણ કરીને બાવળા પોલીસ મથકે હાજર થઇ ગયો હતો.

એક તરફ લોકો મોડાસર ગામના મેળાની મોજ માણી રહ્યા હતા, ત્યારે બીજી તરફ પત્નીના આડાસંબંધનો વહેમ રાખીને બેઠેલો પતી પહેલાંથી જ નક્કી કરીને છરી સાથે નીકળ્યો હતો. જેવી પત્નીને તેના કથિત પ્રેમી સાથે જોઈ તેવો જ બેબાકળો થઈને પત્નીના પ્રેમી પર તૂટી પડ્યો હતો. પત્નીના પ્રેમી પર તેણે ઉપરાછાપરી છરીના ઘા ઝીંકીને  અધમૂઓ કરી દીધો હતો. પત્નીના પ્રેમી પર તે તૂટી પડ્યો હતો, કેટલાક લોકોએ પ્રયાસ તેને રોકવા માટે પ્રયાસ પણ કર્યો હતો. જો કે, તેણે ગમે તે ભોગે પત્નીના પ્રેમીને મારવાનું નક્કી જ કરી લીધું હતું. લોકોના પકડવા છતાં તે છૂટી ગયો હતો.

ત્યાં મોજીદ લોકોએ લોહીલુહાણ હાલતમાં વ્યક્તિને બચવાનો પ્રયાસ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર મળે તે પહેલા જ તેને મોત આંબી ગયું હતું. યમરાજ બનીને આવેલો પતિ કોઈના પકડ્યો પણ પકડાતો ન હતો. વચ્ચે પડેલા લોકોને છરી વગાડીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ પોતાના પરિવારને સમગ્ર બનાવની જાણ કરીને બાવળા પોલીસ મથકે હાજર થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *