ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ(Saurashtra Cricket Association Stadium)માં ગઈકાલે રમવામાં આવેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી T20(India vs Sri Lanka 3rd T20) મેચમાં ભારતની પ્રચંડ જીત થઇ હતી. ત્યારે આ સ્ટેડિયમમાં પ્લેયર્સની સુરક્ષામાં એક મોટી ચૂક સામે આવી હતી. જે દરમિયાન એક યુવક મેચ પૂરી થતાંની સાથે જ ગ્રાઉન્ડની અંદર ઘૂસી ગયો હતો. આ યુવક ગ્રાઉન્ડમાં જઈને પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમરાન મલિકના પગે પડી ગયો હતો અને પછી તે યુવક દેડકાની જેમ કુદકા મારતા મારતા મેઇન પિચ સુધી ટીમ ઈન્ડિયાના પ્લેયર્સને પહોંચી ગયો હતો. જોકે શ્રીલંકાના એક પ્લેયર દ્વારા તેને પકડવામાં આવ્યો હતો અને બાઉન્સર્સને સોંપી દેવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, આ યુવક મેચ પૂરી થતાંની સાથે જ ગ્રાઉન્ડમાં ઘૂસી ગયો હતો. ત્યારે તે બાઉન્ડ્રી નજીક ઊભેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને પગે પડી ગયો હતો. આ પછી તે કૂદકા મારતાં-મારતાં મેઇન પિચ સુધી ઈન્ડિયાના પ્લેયર્સ પાસે પહોંચી ગયો હતો. તેણે ગ્રાઉન્ડ પરની સિક્યોરિટી અને પ્રાઇવેટ બાઉન્સર્સને ખબર ન પડે તેવી રીત ગ્રાઉન્ડમાં પહોંચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, યુવક જ્યારે મેઇન પિચ સુધી પહોંચ્યો હતો, ત્યારે જ એક શ્રીલંકાના પ્લેયરે તે યુવકને પકડી લીધો હતો અને બાઉન્સર્સને સોંપી દેવામાં આવ્યો હતો. બાઉન્સર્સ પણ તે યુવકને ગ્રાઉન્ડમાં જતા જોઈને તરત જ તેની પાછળ દોડ્યા હતા અને ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ સુધી પહોંચવા દીધો નહોતો.
View this post on Instagram
શ્રીલંકાના પ્લેયર દ્વારા તે યુવકને બાઉન્સર્સને સોંપી દેવામાં આવ્યો ત્યાર બાદ, પાંચથી છ બાઉન્સર્સ દ્વારા તે યુવકને ગ્રાઉન્ડની બહાર લઈ જવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો ટીમ ઈન્ડિયાના પ્લેયર્સને મળવા માટે ચાહકો તલપાપડ થતાં હોય છે અને આવી રીતે મળવા માટે ચાલુ મેચમાં સિક્યોરિટી તોડીને અથવા તો ગમે તેમ કરીને મળવા માગતા હોત છે. ત્યારે આ બધા વચ્ચે સિક્યોરિટી સામે પણ અનેક સવાલો ઊભા થતા હોય છે. ત્યારે આવી જ સિક્યોરિટીમાં ચૂક ગઈકાલે રાજકોટના સ્ટેડિયમમાં થઇ હતી. આટલી બધી સિક્યોરિટી, પોલીસ અને સાથે પ્રાઇવેટ બાઉન્સર્સ હોવા છતાં તે યુવક મેદાનમાં કૂદીને જતો રહ્યો તે કોઈ નાની મોટી ચૂક ન કહી શકાય.
ટીમ ઈન્ડિયાએ 2-1થી જીતી લીધી સિરીઝ:
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. શનિવારે રાજકોટમાં રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમે શ્રીલંકાને 91 રને હરાવ્યું હતું. ભારતે શ્રીલંકાને જીતવા માટે 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તેની આખી ટીમ 137 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી છે, જેની પ્રથમ મેચ 10 જાન્યુઆરીએ રમાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.