હાલમાં ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરમાંથી આત્મહત્યાની એક ઘટના સામે આવી રહી છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ શિતલ પાર્ક પાસે ‘ધ સ્પાયર’ નામના કુલ 12 માળના બિલ્ડીંગ પરથી યુવાને કૂદકો મારીને જીવન ટૂંકાવી લીધું હતું. એને ઊંચાઈનો ભય લાગતો હોવાથી ઊંધો કૂદકો મારીને મોતને વ્હાલું કર્યું હતું.
યુવાને બિલ્ડીંગ પરથી કૂદકો મારતાં એના લાઈવ દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પહોંચી ગઈ હતી તેમજ 108 દ્વારા યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. યુવાનની માતાએ કહ્યું હતું કે, મારા દીકરાનો જન્મ અગિયારસે થયો હતો તેમજ મોત પણ આજે અગિયારસના દિવસે થયું છે. ઘર નજીક આખી રાત કૂતરા ભસતા હોવાથી યુવાનને નિંદર આવી ન હતી.
આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ :
યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે પરિવારજનોના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. CCTVમાં યુવાન કુલ 12 માળની ગેલેરીની કાચની બારીમાંથી બહાર નીકળીને પાળી પર બેસીને ઉંધો કુદકો મારતો જોવા મળી રહ્યો છે. 12માં માળેથી નીચે પટકાતા ઘટનાસ્થળ પર જ યુવાનનું મોત થયું હતું.
યુવાને નાઈટ ડ્રેસ પહેર્યો હોવાથી ઓળખ ન થઈ શકી :
ઘટનાસ્થળ પર પહોંચેલ 108ની ટીમ દ્વારા યુવકને મૃત જાહેર કરવામા આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી યુનિવર્સિટી પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરીને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકે નાઈટ ડ્રેસ પહેર્યો હોવાથી એની પાસેથી ઓળખ થઇ શકે તે પ્રકારનું કોઈપણ સાહિત્ય મળી આવ્યું નથી.
મૃતક કોણ છે?, શા માટે તે ‘ધ સ્પાયર’ બિલ્ડીંગમાં આવ્યો હતો?, શા માટે એને આત્મહત્યા કરવા આ જ બિલ્ડીંગ પસંદ કરી?, આત્મહત્યા કરવા પાછળનું કારણ શું છે? આ પ્રશ્નોના જવાબ હાલમાં યુનિવર્સિટી પોલીસ દ્વારા મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle