સોશિયલ મીડિયાના માધ્યમથી હાલમાં ગુજરાતની એક દીકરીની જાણકારી સામે આવી રહી છે. બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન માનસી જોશીનાં જીવનમાં એક એવી ઘટના બની કે, જે કોઈ સામાન્ય વ્યક્તિની સાથે બની હોત તો એ કદાચ તૂટી જાત પણ આ ચેમ્પિયન શટલરે હાર ન માની તથા પોતાની મહેનત તથા લગનથી વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું.
માનસી જોશીની કહાની એ લોકોની માટે એક પ્રેરણારૂપ છે કે, જેઓ મુશ્કેલ સ્થિતિમાં ડરી જઈને હાર સ્વીકારી લેતાં હોય છે. કેવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીને ચેમ્પિયન બનાવવામાં આવે છે. એની માટે માનસી જોશીની એ દર્દનાક કહાની જાણવી જરૂરી છે.
માનસી વર્ષ 2019માં ચર્ચામાં આવી હતી, જ્યારે એણે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાયેલ પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. જો કે, માનસીની ચેમ્પિયન બનવાની કહાનીમાં એક એવું દર્દ છુપાયેલું છે કે, જે ખુબ ઓછા લોકો જાણે છે.
વાત છે વર્ષ 2011ની કે, જ્યારે માનસી એક માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. એ પોતાની સ્કૂટી પર જઈ રહી હતી એ દરમિયાન એક ટ્રકની અડફેટે આવી ગઈ હતી. આ અકસ્માતમાં માનસીને પોતાનો એક પગ ગુમાવવો પડ્યો હતો. ફક્ત 9 વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમી રહેલ માનસીનું સંપૂર્ણ જીવન દાવ પર લાગી ગયુ.
જો કે, માનસીએ હાર ન માની. માનસી કુલ 50 દિવસ હોસ્પિટલમાં રહી. આની સાથે જ એણે હિંમત રાવીને ફરીથી રમવાની શરૂઆત કરી. માનસીએ પોતાનાં સ્વપ્નને જીવિત રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી એ હૈદરાબાદમાં આવેલ પુલેલા ગોપીચંદ એકેડેમીમાં પ્રેક્ટિસ કરવા લાગી હતી.
માનસીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવતાં કહ્યું હતું કે, એ સમયમાં હું એ જ વિચાર કરતી હતી કે મેેં ફક્ત એક પગ ગુમાવ્યો છે. કુલ 4 માસ પછી હું કૃત્રિમ પગ લગાવીને મેદાનમાં ઊતરી. માનસી વર્ષ 2014માં પ્રોફેશનલ ખેલાડી બની ગઈ હતી. ત્યારપછી એણે ઈંગ્લેન્ડમાં યોજાયેલ પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મિક્સ્ડ ડબલ્સનો સિલ્વર મેડલ જીત્યો.
આ મેડલ માનસીનો પ્રથમ મોટો મેડલ હતો. ત્યારપછી માનસીએ પોતાની કરિયરની સૌથી મોટી સિદ્ધિ વર્ષ 2019માં પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને હાંસલ કર્યો. માનસીનો એક પગ ન હતો એમ છતાં એ દિવસમાં કુલ ૩ વખત પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેતી હતી. માનસીએ પોતાની ફિટનેસ પર ખુબ કામ કર્યું હતું. સખત મહેનતને લીધે માનસીના મસલ્સ મજબૂત થયા તેમજ અઠવાડિયામાં કુલ 6 જિમ સેશને માનસીને એક મજબૂત ખેલાડી બનાવી દીધી હતી.
Wanted to share my new progress and personal achievement with you guys. I’m re learning this skill of running which I had forgotten. I know nobody forgets running, but running on a blade is nothing like running on legs. You need to learn the technicalities of it- / pic.twitter.com/odRGxDLI51
— Manasi G. Joshi (@joshimanasi11) August 30, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle