આજે દિલ્હીના શિક્ષણ મંત્રી અને ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા ગુજરાત પ્રવાસે છે. અમદાવાદ થી ભાવનગર પહોંચેલા મનીષ સિસોદિયા અને ગુજરાત આમ આદમી પાર્ટીની નેતાગીરી ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને પરસેવો પડાવી રહ્યા છે, ત્યારે જીતુ વાઘાણી મુશ્કેલીઓનો વધારો કરવા મનીષ સિસોદિયાએ કથિત રીતે જીતુ વાઘાણી ના મત વિસ્તારની સરકારી શાળાઓની મુલાકાત લીધી હોવાનો દાવો કર્યો છે.
ગુજરાતની AAP પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલીયા મનીષ સિસોદિયાને ભાવનગર ની સરકારી શાળા માં લઇ ગયા હતા. આ શાળા જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું હતું અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ શાળા ગુજરાતના શિક્ષણ મંત્રી ના મત વિસ્તારની છે.
गुजरात के शिक्षा मंत्री की अपनी विधान सभा के स्कूलों के कमरों में मकड़ी के जाले लगे हुए हैं। स्कूल में बच्चों के बैठने के लिए डेस्क तो छोड़िए, फर्श भी किसी किसी कमरे में ही है।
ये है गुजरात में BJP का शिक्षा मॉडल। जो BJP ने 27 साल में गुजरात में डेवलप किया है। pic.twitter.com/kRkBVqK7lJ
— Manish Sisodia (@msisodia) April 11, 2022
ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલીયા ભાવનગર થી જ સંબંધ ધરાવે છે અને તેઓને સારી રીતે જાણે છે કે આ કોનો મત વિસ્તાર હતો. પરંતુ મનીષ સિસોદિયાને ઉલ્લુ બનાવીને તેઓ જીતુ વાઘાણી ના નામે બિલ પાડવા માટે એક એવી શાળામાં લઈ ગયા છે જે અત્યંત જર્જરિત હાલતમાં હતી અને આ વિસ્તાર કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાજપના પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકી નો હતો.
ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પાછળ હાથ ધોઈને પડેલા ગોપાલ ઇટાલીયા દિલ્હીના શિક્ષણમંત્રીને પણ ઉલ્લુ બનાવીને પોતાની ગેમ માં સામેલ કરી લીધા અને જીતુ વાઘાણી પર આરોપનામું બનાવી નાખ્યું. પરંતુ તેઓની હિંમત ન થઈ શકી કે પોતે જે વિસ્તારમાં આવ્યા છે તે મત વિસ્તાર કયા નેતા નો છે.
એક સમયે આમ આદમી પાર્ટીનો સાથ નિભાવી ચૂકેલા દર્પણ ડાખરા સ્થાનિક યુવાન છે, જેઓએ આ મુલાકાતમાં જીતુ વાઘાણી પર આરોપ લાગતા સત્ય હકીકત સામે લાવતા કહ્યું છે કે, આ મતવિસ્તાર અમારો છે અને અમારા ધારાસભ્ય પરશોતમ સોલંકી છે તો તેનું નામ કેમ નથી લેતા?
અન્ય એક સોશિયલ મીડિયા યુઝર યોગેશ સોનાણી ગોપાલ ઇટાલીયા ની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખે છે કે, ભાવનગર મતવિસ્તાર ભાજપના ઉપાધ્યક્ષ અને ભાવનગર બોટાદ ના સંસદ સભ્ય ભારતીબેન શિયાળ નો મતવિસ્તાર છે.
બીજા એક સોશિયલ મીડિયા યુઝર્સ નરેશ ડાખરા એ કોમેન્ટ કરી છે અને શિક્ષણ મંત્રીને સવાલ કર્યો છે કે, તમે તમારા વિદ્યાર્થીઓને શા માટે દિલ્હીની સરકારી શાળાઓમાં નથી ભણાવી રહ્યા? મનીષ જી તમે દિલ્હીના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી છો તો તમારા સંતાનો ને દિલ્હી ની ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચલીત શાળામાં શા માટે અભ્યાસ કરાવો છો?